કોમેડી કિંગ કપિલ શર્મા ભરે છે અધધ ઈન્કમ ટેક્સ : આંકડો જાણશો તો ઉડી જશે હોશ.

0
8

કપિલ શર્મા ભલે કોમેડી કિંગ તરીકે ઓળખાતો હોય, પરંતુ તે એક શાનદાર એક્ટર, સિંગર, હોસ્ટ અને એન્કર છે. તે ફોર્બ્સ ઈન્ડિયાના સેલિબ્રિટી લિસ્ટના ટોપ 100માં સામેલ થઈ ચૂક્યો છે. અગાઉ કપિલનો ‘કોમેડી નાઈટ વિથ કપિલ’શો આવતો હતો. જ્યારે હવે ‘ધ કપિલ શર્મા શો’ની બીજી સિઝન ચાલી રહી છે. કોમેડી શો ઉપરાંત કપિલ શર્માએ બોલિવૂડ ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે. કપિલ શર્મા પાસે કોમેડી શો ઉપરાંત કમાણીના અન્ય સ્ત્રોત પણ છે. પરંતુ શું તમે જાણો છો કે કપિલ શર્મા પોતાની આવકમાંથી કેટલો ટેક્સ ભરે છે?

કપિલે કર્યો હતો ટેક્સની રકમનો ખુલાસો

કપિલે પોતાના શોના એક એપિસોડ દરમિયાન ઈન્કમ ટેક્સની રકમનો ખુલાસો કર્યો હતો. કોમેડી કિંગે જણાવ્યું હતું કે, તે એક વર્ષમાં 15 કરોડ રૂપિયાનો ઈન્કમ ટેક્સ ભરે છે. કપિલ માને છે કે, દરેક નાગરિકે ટેક્સ ભરવો જોઈએ કારણ કે આ રકમ દેશના વિકાસ માટે વાપરવામા આવે છે. કપિલે જે એપિસોડમાં ઈન્કમ ટેક્સની રકમનો ખુલાસો કર્યો હતો તેમાં બોલિવૂડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન ગેસ્ટ તરીકે આવી હતી. આ સમયે કપિલે જ્યારે પોતાની ટેક્સની રકમનો ખુલાસો કર્યો તો તમામ લોકો તે જાણીને ચોંક્યા હતા.

વિકાસ માટે ટેક્સ ભરવો જરૂરી છે – કપિલ શર્મા

કપિલે આ વાત અમુક સમય અગાઉ એક એપિસોડ દરમિયાન કહી હતી. તે સમયે શોમાં પંજાબના પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ પણ જોવા મળતા હતા. સિદ્ધુએ એશ્વર્યા સામે કપિલને કહ્યું કે,’આટલો બધો ઈન્કમ ટેક્સ ભરે છે અને પોતાને ગરીબ કહે છે, આ છે ગરીબ?’ જે પછી જવાબમાં કપિલે કહ્યું હતું કે,’ટેક્સ ભરવો જોઈએ, આ તો દેશના વિકાસ માટે જરૂરી છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here