આવી રહી છે મારુતિ સુઝુકી અલ્ટો ન્યૂ અવતારમાં, જાણી લો ફિચર્સ

0
23

મારુતિ સુઝુકી પોતાની જૂની અને જાણીતી કાર Alto ને નવા અવતારમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. ઘણા સમયથી વાતો સાંભળવા મળી રહી હતી કે કંપની તેમની જૂની પરંતુ લોકોમાં પ્રિય એવી Alto, Wagon R અને vitara Breeza ને નવા અવતારમાં જાહેર કરવાની છે. નવી Alto ડિસેમ્બર 2020માં ડેબ્યુ કરશે. આ કાર ભારતમાં 2021ના શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે.

Alto ભારતની સૌથી વધુ વેચાણ થનારી કારોમાંની એક છે. હાલના સમયની Alto ના મોડલની સરખામણીએ નવી લોન્ચ થનારી Alto લાંબી હોઈ શકે છે અને તેનો લુક SUV જેવો હશે તેવું માનવામાં આવી રહ્યું છે. તે સિવાય કારમાં નવી વીલ્જ, એપડેટેડ બંપર અને રિવાઈઝ ટેઈલ લેમ્પ પણ જોવા મળી શકે છે. કારની આ નવી ડિઝાઈનથી તમને વધારે સેફ રાઈડ અને સારું હેન્ડલિંગ મળશે. નવી Alto માં 796 ccનું એન્જિન આપવામાં આવશે. આ કાર મેન્યુઅલ અને AMT ગિયરબોક્સની સાથે આવશે. આ કાર 48 BHPનો પીક પાવર અને 96 nmનો ટોર્ક જનરેટ કરશે. આ હેચબેક CNG કીટ સાથે પણ આવશે. સીએનજી મોડેલ 31.59 km/kg અને પેટ્રોલ મોડેલ 22.05 kmplની માઈલેજ આપે છે. Alto જાપાનમાં કંપનીની સૌથી જૂની કારોમાંની એક છે.

જાપાનમાં આ કાર 1979માં લોન્ચ થઈ હતી. કંપની આ મોડલમાં અત્યાર સુધીમાં કારની 7 જનરેશનમાં અપડેટ કરી ચૂકી છે. સુઝુકી વિટારાનું પાંચમું મોડેલ જાન્યુઆરી 2021 માં લોન્ચ થઈ શકે છે. આ કારમાં નવા હાઈબ્રિડ પાવરટ્રેન, 1.4 લીટર ર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન અને 48વી માઈલ્ડ હાઈબ્રિડ સિસ્ટમ આપવામાં આવી છે.

આ કારમાં 1.0 લીટર ટર્બો પેટ્રોલ યુનિટ્સ પણ આપવામાં આવી શકે છે. નેકસ્ટ જનરેશન વેગેનાર ભારતમાં ડિસેમ્બર 2021 માં લોન્ચ થઈ શકે છે. હાલના સમયમાં આ કાર પોતાના છઠ્ઠા જનરેશન મોડેલમાં છે. કંપની આગામી વર્ષના અંત સુધીમાં આ કારનું નેક્સ્ટ જનરેશન મોડેલ જાહેર કરી શકે છે. Alto ની જેમ Wagon R પણ કંપનીની સૌથી વધુ લોકો દ્વારા પસંદ કરવામાં આવેલી કાર છે. ખાસ કરીને મિડલ ક્લાસના લોકો અને પહેલી વખત કરાની ખરીદી કરનારા લોકો માટે સુઝુકીની Alto અને વેગન આર બે પસંદગીની કારો હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here