Monday, September 20, 2021
Homeદુઃખમાંથી બહાર આવી : પતિના અવસાનના 11 દિવસ બાદ મંદિરા બેદી પહેલી...
Array

દુઃખમાંથી બહાર આવી : પતિના અવસાનના 11 દિવસ બાદ મંદિરા બેદી પહેલી જ વાર ઘરની બહાર જોવા મળી

30 જૂનના રોજ મંદિરા બેદીના પતિ તથા પ્રોડ્યૂસર-ડિરેક્ટર રાજ કૌશલનું 49 વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું. પતિના આકસ્મિક અવસાનથી મંદિરા બેદી એકદમ ભાંગી પડી હતી. પતિના મોતના 11 દિવસ બાદ મંદિરા આજે એટલે કે 11 જુલાઈના રોજ પહેલી જ વાર ઘરની બહાર જોવા મળી હતી.

માતા સાથે વૉક કરતી જોવા મળી
રવિવાર, 11 જુલાઈના રોજ મંદિરા બેદી માતા સાથે રસ્તા પર વૉક કરતી જોવા મળી હતી. મંદિરાએ બ્લેક ટી શર્ટ પહેરી હતી.

પતિના મોતના 5 દિવસ બાદ સો.મીડિયા પોસ્ટ શૅર કરી હતી
મંદિરા બેદીએ પતિના મોતના પાંચ દિવસ બાદ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. મંદિરાએ પતિ સાથેની ત્રણ તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં મંદિરા પતિ રાજ કૌશલ સાથે એકદમ ખુશ જોવા મળ્યા હતા. તેણે આ તસવીરો સાથે કંઈ જ લખ્યું નહોતું. તેણે માત્ર તૂટેલા હાર્ટની ઈમોજી શૅર કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. આ પહેલાં મંદિરાએ પોતાના સો.મીડિયા અકાઉન્ટનો ડિસ્પ્લે પીક (DP) ડિલિટ કરીને એને બ્લેક કર્યો હતો.

મંદિરાએ પરંપરા તોડીને પતિની અંતિમવિધિ કરી
સામાન્ય રીતે પત્ની ક્યારેય સ્મશાનમાં જતી નથી અને તે પતિની અર્થીને કાંધ પણ આપતી નથી. જોકે, મંદિરાએ આ પરંપરા તોડીને પતિના અંતિમ સંસ્કારની વિધિ કરી હતી. રાજ કૌશલના અંતિમ સંસ્કાર સાડા અગિયારની આસપાસ દાદરના શિવાજી પાર્ક સ્મશાનમાં કરવામાં આવ્યા હતા. મંદિરા બેદીએ દોણી પકડી હતી અને પતિની અર્થીને કાંધ પણ આપી હતી.

રાજ પ્રોડ્યુસર-ડિરેક્ટર-સ્ટંટ ડિરેક્ટર હતો
રાજ પ્રોડ્યુસર, ડિરેક્ટર તથા સ્ટંટ ડિરેક્ટર હતો. રાજે ‘પ્યાર મેં કભી કભી’, ‘શાદી કા લડ્ડુ’, ‘એન્થની કૌન હૈ’ જેવી ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી અને તેણે ડિરેક્ટ પણ કરી હતી. ‘બેખુદી’માં રાજ કૌશલે સ્ટંટ સીન ડિરેક્ટ કર્યા હતા. આ ઉપરાંત રાજ કૌશલે એડ વર્લ્ડમાં ઘણું જ કામ કર્યું હતું. તેણે 800થી વધુ જાહેરાતો ડિરેક્ટ કરી હતી.

1999માં લગ્ન
મંદિરા તથા રાજે 14 ફેબ્રુઆરી, 1999ના રોજ લગ્ન કર્યાં હતાં. રાજ તથા મંદિરા 2011માં દીકરા વીરના પેરન્ટ્સ બન્યાં હતાં. ગયા વર્ષે બંનેએ દીકરી તારા દત્તક લીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments