આવી રહ્યું છે ધમાકેદાર નવું ફિચર, ફોનમાં ઈન્ટરનેટ વગર પણ તમે વાપરી શકશો વોટ્સઅપ

0
81

વોટ્સઅપને વેબ પર વાપરવામાં માટે ઈન્ટરનેટની જરૂર પડે છે. જો ફોનમાં નેટ થોડુ ધીમું હોય તો વોટ્સઅપ વેબથી તરત ડિસકનેક્ટ થઈ જાય છે. પરંતુ હવે વધારે સમય આ પ્રકારની ચિંતા નથી રહેવાની. એટલે કે હવે ફોનમાં ઈન્ટરનેટ નહીં હોય તો પણ WhatsApp Webનો તમે ઉપયોગ કરી શકશો.

WABetaInfoએ હાલમાં જ જાહેરાત કરી છે કે તે હાલમાં યુનિવર્સલ વિંડોઝ પ્લેટફોર્મ પર કામ કરી રહી છે. એની સાથે એક એવી મલ્ટી પ્લેટફોર્મ સિસ્ટમ પેશ કરવામાં આવશે કે જેમાં તમારો ફોન સ્વિચ ઓફ હોવા છતાં તમે વેબ પર WhatsApp વાપરી શકશો. હાલમાં એવું છે કે ફોનમાં પણ નેટ ફુલ હોવું જોઈએ તો જ તમે વેબ પર WhatsApp વાપરી શકો. જો તમારા ફોનમાં નેટ સ્લો હોય કે બંધ હોય તો તરત WhatsApp ડિસકનેક્ટ થઈ જાય છે. પરંતુ હવે જલ્દી જ આ સમસ્યાનું સમાધાન આવશે.

નવું અપડેટ આવશે પછી શું ફાયદો થશે?

WABetaInfoએ જણાવ્યું કે આ નવી સિસ્ટમમાં યુઝર્સ એક જ એકાઉન્ટને એક સાથે કેટલાંય ડિવાઈસમાં લોગઈન કરી શકાશે. WhatApp UWP એપ આવ્યાં બાદ ઘણા ફાયદા થવાનાં છે, જેમ કે એન્ડ્રોઈડ અને iOS ડિવાઈસમાં સરખું એકાઉન્ટ ચલાવી શકાશે. પછી ફોનમાં ઈન્ટરનેટ ન હોવા છતાં વેબ પર WhatApp UWP એપનો ઉપયોગ કરીને WhatApp વાપરી શકાશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં આ એપમાં ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. ખુબ જ જલ્દી તે લોન્ચ કરવામાં આવી શકે છે અને ગ્રાહકને ફાયદો મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here