Thursday, October 28, 2021
Homeસ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયાના આંગણે આયોજીત ૪૨ મી સિનીયર નેશનલ મહિલા ફૂટબોલ ચેમ્પિયનશીપ...
Array

સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયાના આંગણે આયોજીત ૪૨ મી સિનીયર નેશનલ મહિલા ફૂટબોલ ચેમ્પિયનશીપ ૨૦૨૦-૨૧ ટૂનામેન્ટનો પ્રારંભ.

સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયા ખાતે આંતર રાષ્ટ્રીયકક્ષાનું સ્ટેડિમ
આકાર પામે તેવી લાગણી વ્યક્ત કરતાં સોલંકી

સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયાના આંગણે ગુજરાત મહિલા ફૂટબોલ એસોશિએશન દ્વારા આયોજીત ૪૨ મી સિનીયર નેશનલ મહિલા ફૂટબોલ ચેમ્પિયનશીપ ૨૦૨૦-૨૧ ટૂનામેન્ટને લોકસભાના પેનલ સ્પીકર અને SC/ST સંસદીય કલ્યાણ સમિતિના ચેરમેન ડૉ. કિરીટભાઇ સોલંકીના હસ્તે આજે કેવડીયામાં એસઆરપી પરેડ ગ્રાઉન્ડ ખાતે ખૂલ્લી મૂકાઇ હતી.

મહિલા ફૂટબોલ ચેમ્પિયનશીપ ટૂનામેન્ટનો પ્રારંભ.

આજે દિવસે પંજાબ અને આસામની ટીમ વચ્ચેની સ્પર્ધા સાથે આ ટૂનામેન્ટનો પ્રારંભ થયો હતો.આ ટૂનામેન્ટ તા.૨૬ મી માર્ચ, ૨૦૨૧ સુધી ચાલશે. આ સમારોહમાં ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન મેજર અશોક ધ્યાનચંદજની ઉપસ્થિતિમાં સમગ્ર દેશના જુદાજુદા રાજ્યોમાંથી મહિલા ફૂટબોલ ખેલાડીઓની ૨૦ જેટલી ટીમોની ઉપસ્થિતિમાં ખૂલ્લી મુકાયેલી આ ટૂનામેન્ટને સંબોધતા લોકસભાના પેનલ સ્પીકરશ ડૉ. કિરીટભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, વિશ્વની મહાન પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ધરતીના આંગણે આજની આ ટૂનામેન્ટ એક ઐતિહાસિક ઘટના બની રહેશે. ભારતીય ફૂટબોલમાં ભારતીય મહિલાઓએ અનેક મેડલ પ્રાપ્ત કર્યાં છે,આગામી સમયમાં આજ બહેનોમાંથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયકક્ષાએ મહિલા ફૂટબોલમાં દેશનું પ્રતિનિધિત્વ કરી નામના મેળવશે તેઓ દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

સોલંકીએ વધુમાં ઉમેર્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અનેક પ્રોજેક્ટો આકાર પામ્યાં છે ત્યારે અહીં આંતરરાષ્ટ્રીયકક્ષા નું સ્ટેડીયમ ઉભું થાય તેવી પ્રબળ લાગણીશ્રી સોલંકીએ વ્યક્ત કરી જણાવ્યું હતું કે, આ દિશામાં પ્રધાનમંત્રીનો સાનુકૂળ પ્રતિસાદ સાંપડશે તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

 

બાઈટ : ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન મેજર અશોક ધ્યાનચંદ

સમારંભના મુખ્ય મહેમાનપદેથી ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન મેજરશ્રી અશોક ધ્યાનચંદજીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં કેવડીયા ખાતે વિશ્વની સૌથી મોટી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ જ એક મોટી મિશાલ છે. આપણી દરેક રમતો મિત્રતા, સૌહાર્દ અને ભાઇચારાનો સંદેશો આપે છે.

આ પ્રસંગે લોકસભાના પેનલ સ્પીકર ડૉ. કિરીટભાઇ સોલંકી અને અન્ય મહાનુભાવોના હસ્તે આ મહિલા ફૂટબોલ ચેમ્પિયનશીપ ટૂનામેન્ટની ટ્રોફીનું અનાવરણ કરાયું હતું

 

 

રિપોર્ટર : દીપક જગતાપ,CN24NEWS, રાજપીપળા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments