Monday, September 20, 2021
Homeરાજ્યમાં છ મહાનગર પાલિકાની ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ : ઉમેદવાર પસંદગી માટે ભાજપ...
Array

રાજ્યમાં છ મહાનગર પાલિકાની ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ : ઉમેદવાર પસંદગી માટે ભાજપ અને કોંગ્રેસની મેરેથોન બેઠકો શરુ.

આજથી રાજ્યમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ રહી છે. ત્યારે બીજી બાજુ ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને લઈને પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની મેરેથોન બેઠકો શરૂ થઈ ગઈ છે. રાજકીય પક્ષો દ્વારા આ અંગેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પંચ દ્વારા પણ નિરીક્ષકોની નિમણૂક કરી દેવામાં આવી છે. આદર્શ આચારસંહિતાના અમલ વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા માટે થઈને ચૂંટણી આયોગ પણ સજ્જ થઈ ગયું છે.

મુખ્યમંત્રી રૂપાણીની હાજરીમાં ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની બેઠક શરૂ
મુખ્યમંત્રી રૂપાણીની હાજરીમાં ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની બેઠક શરૂ
ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની બેઠક શરૂ
રાજ્યમાં છ મહાનગર પાલિકાઓની ચૂંટણી અન્વયે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી રૂપાણીની હાજરીમાં ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની બેઠક શરૂ થઈ હતી. ત્રણ ફેબ્રુઆરી સુધી ચાલનારી આ બેઠકમાં છ મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

 

કોંગ્રેસ આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે

બીજી તરફ કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે. કોંગ્રેસના નેતાઓનો ગાંધીનગર નજીકના એક ફાર્મ હાઉસ પર ખાનગી બેઠકોનો દોર શરૂ થશે. કોંગ્રેસ દ્વારા હવે રણનિતીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે ભાજપ પહેલાં કોંગ્રેસ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરશે. 6 મહાનગર પાલિકાના ઉમેદવારોની પ્રથમ યાદી કોંગ્રેસ દ્વારા તૈયાર કરી દેવામાં આવી છે. જેમાં 200 જેટલા નામોનો સમાવેશ કરવામાં આવશે.

અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસની બેઠક મળી હતી
અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસની બેઠક મળી હતી

 

ગાંધીનગર નજીકના ફાર્મ હાઉસમાં કોંગ્રેસની બેઠક યોજાશે

કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર નજીકના એક ફાર્મ હાઉસમાં બેઠક યોજશે. જેમાં કયા ઉમેદવારને ટીકિટ આપવી તેનું મંથન કરવામાં આવશે. આ બેઠકમાં કયા કોર્પોરેટરની ટિકીટ કાપવી અને કયા કોર્પોરેટરને ટિકીટ આપવી તે બાબતે મંથન કરવામાં આવશે. નવા સિમાંકનને પગલે સિટીંગ કોર્પોરેટરોના પત્તા કપાઈ શકે છે. તે ઉપરાંત પક્ષના આદેશનું ઉલ્લંગન કરનારા સિટિંગ કોર્પોરેટરોનાં પણ પત્તા કપાઈ શકે છે. આ બેઠકમાં વર્ચસ્વ ધરાવતા કોર્પોરેટરોને પણ સાઇડ લાઇન કરવા અંગે પણ મંથન થઈ શકે છે. રાહુલ ગાંધીની સૂચના મુજબ કોંગ્રેસ આ ચૂંટણીમાં નવા ચહેરાઓને તક આપવામાં આવશે જેનાથી યુવા કાર્યકરો પણ મુડમાં આવી ગયાં છે. બીજી બાજુ પાર્ટીના નેતાઓ સંનિષ્ઠ મહિલાઓને ટીકીટ આપવા માટે મથામણ કરી રહ્યાં છે.

દમણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ભરવા માટે ભીડ ઉમટી હતી
દમણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ભરવા માટે ભીડ ઉમટી હતી

 

આજથી છ મહાનગર વિસ્તારમાં ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત

ગુજરાત રાજ્ય ચૂંટણી નિયમ મુજબ, ગુજરાત રાજ્ય મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વિધિવત ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે, ત્યારે આજથી 6મહાનગર પાલિકા વિસ્તારના કલેક્ટરો દ્વારા આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. રાજ્યના છ મહાનગર વિસ્તારમાં ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત આજથી થશે અને ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ છઠ્ઠી ફેબ્રુઆરી નિર્ધિરિત કરી હોવાથી રાજ્યના મહાનગરોમાં ચૂંટણીનું વાતાવરણ જામશે. આદર્શ આચારસંહિતાના અમલ વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા માટે થઈને ચૂંટણી આયોગ પણ સજ્જ થઈ ગયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments