Monday, October 18, 2021
Homeદહેગામ પોલીસની પ્રશંસનીય કામગીરી : ગણતરીના કલાકમાં CCTV કેમેરા અને પોકેટ કોપના...
Array

દહેગામ પોલીસની પ્રશંસનીય કામગીરી : ગણતરીના કલાકમાં CCTV કેમેરા અને પોકેટ કોપના આધારે સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ભરેલી બેગ શોધી.

દહેગામ પોલીસની ખૂબ જ પ્રશંસનીય કામગીરી.
ગણતરીના જ કલાકમાં રિક્ષામાં ભૂલી ગયેલા દાગીના અમદાવાદથી મેળવી મૂળમાલિકને પરત આપ્યા.
ગાંધીનગર જિલ્લાના ગામના રહીશ સોનારડા થી દહેગામ આવતા રોકડ રકમ અને દાગીના રિક્ષામાં ભૂલી ગયેલ.
પોલીસે CCTV કેમેરા અને પોકેટ કોપના મદદથી મૂળ માલિકને સોનાના દાગીના અને રોકડ રકમ પરત અપાવી.

ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસની ખૂબ જ પ્રશંસનીય કામગીરીથી દાગીના અને રોકડ રકમ ગણતરીના કલાકમાં પરત મળતાં મૂળ માલિકે પોલીસની ખૂબ જ પ્રશંસનીય કામગીરીને બિરદાવી છે. મળતી માહિતી મુજબ ગાંધીનગર જિલ્લાના સોનારડા ગામમાં રહેતા સતિષભાઈ જશુભાઈ ઠાકોર અમદાવાદ થી એક સી.એન.જી રીક્ષામાં બેસીનેદહેગામ તરફ આવી રહ્યા હતા. ત્યારે તેમની પાસે સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ઉતાવળ થી દહેગામ બસ સ્ટેશન ઉતરી જતાં રિક્ષામાં જ ભૂલી જવા પામ્યા હતા. ત્યારે અચાનક તેમને યાદ આવી જતાં તાત્કાલિક દહેગામ પોલીસ સ્ટેશન ગયા હતા.

તેવા સમયે સ્થાનિક પોલીસકર્મીઓ સાથે વિગતવાર વાત કરી હતી. કોન્સ્ટેબલ નિકુલભાઇ, કોન્સ્ટેબલ જયેશકુમાર, કોન્સ્ટેબલ ગુંજન કુમાર, કોન્સ્ટેબલ બાબુભાઈ અને રણજીતસિંહ ભેગા મળીને તાત્કાલિક પી.આઇ જયદીપસિંહ રાઠોડના કહેવાથી તેઓ CCTV કેમેરા ચેક કરી રીક્ષા નંબર મેળવી પોકેટ કોપની મદદથી રિક્ષાચાલક ભરત ભાઈ રાજુભાઈ દંતાણી, રહે. સૈજપુર બોગા, રબારી વાસ અમદાવાદનો સંપર્ક કરતાં ગણતરીના કલાકમાં જ પોલીસને સોના અને ચાંદીના દાગીના મેળવવામાં સફળતા પ્રાપ્ત થવા પામી હતી. તેથી મૂળ માલિકે પોલીસની ખૂબ જ પ્રશંસનીય કામગીરી બિરદાવી ને ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. રીક્ષા ચાલક ભરત ભાઈ દંતાણી એ મૂળ માલિકને દાગીના પરત કર્યા હતા. તેથી પોલીસની કામગીરીથી સોનારડા ગામના પરિવારમાં શાંતિનો માહોલ છવાયો હતો.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, હરસોલી, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments