કંપનીઓએ ફેસ્ટિવ ઓફર કાઢી, 7 સીટર ટ્રાઇબરથી લઇને હોન્ડા સિટી સહિત 7 ગાડીઓ પર ₹3 લાખ કરતાં પણ વધારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે

0
7

ફેસ્ટિવ સિઝન શરૂ થઈ ગઈ છે અને આવા સમયે ઓટોમોબાઇલ કંપનીઓ વધુને વધુ ગ્રાહકોને આકર્ષવા માટે તેમના ઘણા મોડેલ્સ પર બંપર ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ઓફર્સ અને ડિસ્કાઉન્ટને જોતાં એવું કહી શકાય કે આ કાર ખરીદવાનો યોગ્ય સમય છે. જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા હો તો શોરૂમમાં જતાં પહેલાં વાંચો કે કઈ કાર પર સૌથી વધારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

1. મહિન્દ્રા અલ્ટ્રુસ G4

મહિન્દ્રા તેની પોપ્યુલર ફુલ સાઇઝ SUV અલ્ટ્રુસ G4 પર 3.05 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. તેમાં 2.4 લાક રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 50 હજાર રૂપિયાનુંએક્સચેન્જ બોનસ અને 15 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે. અત્યારે અલ્ટ્રુસ G4 કંપનીની ફ્લેગશિપ કાર છે. આ કારની એક્સ શો રૂમ કિંમત 28.72 લાખ રૂપિયાથી લઇને 31.72 લાખ રૂપિયા સુધી છે.

2. હોન્ડા સિવિક

હોન્ડા સિવિકના પેટ્રોલ અને ડીઝલ બંને વેરિઅન્ટ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ડીઝલ વેરિઅન્ટ પર અત્યારે 2.5 લાખ રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુંછે, જયારે સિડેનના પેટ્રોલ વેરિઅન્ટ પર 1 લાક રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.પેટ્રોલ પાવર્ડ સિવિકની એક્સ શોરૂમ કિંમત 17.93 લાખ રૂપિયાથી લઇને 21.24 લાખ રૂપિયા સુધી છે, જ્યારે બંને ડીઝલ વેરિઅન્ટની કિંમત 20.74 લાખ રૂપિયા અને 22.34 લાખ રૂપિયા છે.

3. હોન્ડા સિટી (4th જનરેશન)

હોન્ડા ઇન્ડિયાએ થોડા સમય પહેલાં જ સિટીનું 5th જનરેશન મોડેલ લોન્ચ કર્યુંછે. જોકે, કંપની નવી સિટી સાથે આઉટગોઇંગ મોડેલ પણ વેચી રહી છે. 4th જનરેશન મોડેલના ટોપ એન્ડ ZX CVT ઓટો પર 1.74 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જેમાં 1.1 લાખ રૂપિયાનુંકેશ ડિસ્કાઉન્ટ 50 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ, 6 હજાર રૂપિયાનુંલોયલ્ટી બોનસ અને 8 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે. આ કારની એક્સ શો રૂમ કિંમત 9.91 લાખ રૂપિયાથી લઇને 14.31 લાખ રૂપિયા છે.

4. ફોક્સવેગન વેન્ટો

BS6 એમિશન નોર્મ્સ લાગુ થયા બાદ ફોક્સવેગને વેન્ટોનું ડીઝલ મોડેલ બંધ કરી દીધું. હવે સિડેન એકમાત્ર 1.0 લિટર TSI ટર્બો પેટ્રોલ એન્જિનમાં અવેલેબલ છે. અત્યારે તેની કિંમત 8.86 લાખ રૂપિયાતી 13.29 લાખ રૂપિયા છે. કંપની અત્યારે રેન્જ ટોપિંગ હાઇલાઇન પ્લસ ટ્રિમ પર 1.5 લાખ રૂપિયાનો બેનિફિટ આપવામાં આવી રહ્યો છે, જેમાં 1 લાખ રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 25 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ, 15 હજાર રૂપિયાનુંરોયલ્ટી બોનસ અને 10,000 રૂપિયાનુંકોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.

5. જીપ કમ્પસ

અત્યારે જીપ કમ્પસના સિલેક્ટેડ વેરિઅન્ટ્સ પર 1 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાંઆવી રહ્યું છે, જે ઇન્ડિયામાં મિડ સાઇઝ SUV પર અત્યારે આપવામાં આવી રહેલું સૌથી મોટું ડિસ્કાઉન્ટ છે. જીપ કમ્પસની કિંમત 16.49 લાખ રૂપિયાથી 24.99 લાખ રૂપિયા છે.

6. ટાટા હેરિયર

  • ઓગસ્ટ 2020માં ટાટા હેરિયર પણ છૂટ આપવામાં આવી રહી છે. ટોપ-એન્ડ XZA પ્લસ ઉપરાંત ડાર્ક એડિશન સિવાય હેરિયર પર હાલમાં રૂ. 80,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જેમાં 25,000 રૂપિયાનુંકેશ ડિસ્કાઉન્ટ, 40,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 15,000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.
  • XZA પ્લસ અને ડાર્ક એડિશન વેરિએન્ટ પર કોઈ કેશ ડિસ્કાઉન્ટ નહીં મળે. પરંતુ તેની પર 40 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 15 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય, ટાયર -2 શહેરોમાં હેરિયરના સિલેક્ટેડ ઓટોમેટિક વેરિઅન્ટન પર કંપની 1 લાખ રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.

7. રેનો ડસ્ટર

  • રેનો ડસ્ટર તાજેતરમાં નવાં 1.3-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવી છે, જે 1.5 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિનની સાથે વેચાઇ રહી છે. અત્યારે BS6 ડસ્ટરની એક્સ શોરૂમ કિંમત 8.49 લાખ રૂપિયાથી લઈને 13.59 લાખ રૂપિયા સુધીની છે.
  • અત્યારે કારના RXS ટ્રીમ પર 70 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જેમાં 25 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 25 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 20 હજાર રૂપિયાના કોર્પોરેટ ડિસ્કાઉન્ટનો સમાવેશ છે. RXE અને RXZ ટ્રીમ પર પણ આ જ એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળશે, પરંતુ તેની પર કેશ ડિસ્કાઉન્ટ નહીં મળે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here