ઓનલાઈન ચીનનો સામાન વેચતી કંપનીઓની હવે ખેર નહી પકડાશે તો થશે દંડ

0
11

હાલના સંજોગોમાં ભારત સરકારે ચીનીની 59 એપ પર પ્રતિબંધ મુક્યો છે. અને સ્વદેશી વસ્તુઓ અપનાવા માટે PM મોદી દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.સાથે જ ભારત અને ચીન વચ્ચે તણાવભરી સ્થિતિ છે. ત્યારે ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ચીનથી આવી રહેલ સામાનને લઇને સરકાર હવે એક્સન મૂડમાં આવી છે ત્યારે વિદેશમાંથી પેકેટોમાં આવતા સામાનની ઇ-કોમર્સ કંપનીઓ, મેનુફેક્ચર કરતી કંપનીઓ અને માર્કેટિંગ એજન્સીઓની હવે ખેર નથી. જો કોઇ કંપનીએ સામાન પર (country of origin) લગાવ્યુ નહી હોય એટલે કે વાસ્તવિક સ્થિતિને છુપાવવાનો પ્રયત્ન કર્યો તો તેમના પર 1 લાખ સુધીનો દંડ લાગી શકે છે સાથે સાથે જેલની હવા ખાવાનો વારો આવશે.

ગ્રાહક બાબતોના મંત્રાલયે આવી કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીની રચના કરી છે. તે કેન્દ્ર સરકારની સૂચના પર આવી કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. મંત્રાલયે બીઆઈએસના ચીફ કમિશનર અને ડાયરેક્ટર જનરલને વધારાનો ચાર્જ સોંપી સચિવને તપાસ અધિકારી બનાવવામાં આવ્યા છે.કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને કહ્યું કે તેમણે તમામ ઇ-કોમર્સ કંપનીઓ અને રાજ્ય સરકારોને પત્ર લખ્યો છે કે જે સામાન બહાર આવે તેમાં કોમોડિટીઝના નિયમો હેઠળ, ઉત્પાદન પર મૂળ દેશનો ઉલ્લેખ કરવો ફરજિયાત છે.

ગ્રાહક મંત્રાલયના સચિવ લીના નંદને કહ્યું કે જો કોઈ ઉત્પાદક અથવા માર્કેટિંગ ફર્મ તેનું પાલન ન કરે તો પહેલા 25 હજાર રૂપિયા દંડ થશે. બીજી વખત તમારે 50,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. આ પછી એક લાખ રૂપિયાનો દંડ અથવા એક વર્ષની જેલ અથવા બંને સજા થઈ શકે છે. જો તેઓ તેમની વેબસાઇટ પર વિગતો જાહેર ન કરે તો ઇ-કોમર્સ કંપનીઓને પણ આ લાગુ પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here