Thursday, October 28, 2021
Homeગાંધીનગર : કોરોના પોઝિટિવ છતાં 53 લોકોને મળનારા સામે ફરિયાદ
Array

ગાંધીનગર : કોરોના પોઝિટિવ છતાં 53 લોકોને મળનારા સામે ફરિયાદ

ગાંધીનગર: દુબઇથી કોરોનાનો ચેપ લઇને આવ્યા બાદ ક્વોરન્ટાઇન કરાયા છતાં સાવચેતી રૂપે ઘરમાં બંધ રહેવાને બદલે અનેક લોકોના સંપર્કમાં આવવા બદલ ગાંધીનગરના 29 સેક્ટરમાં રહેતા બિલ્ડરના પુત્ર ઉમંગ પટેલ તથા તેની પત્ની પિનલ સામે પોલીસે ગુનો નોંધ્યો છે. આ સાથે આ સંક્રમિત વ્યક્તિ તેના ભાભી તથા ફુઆના સંપર્કમાં આવ્યા અને તેમણે પણ આવી માહિતી છુપાવી તથા તેઓ પણ અલગ અલગ લોકોના સંપર્કમાં આવ્યા હતા, જેથી તેમની સામે પણ કેસ નોંધાયો છે. આ તમામ સામે એપિડેમિક ડિસિઝ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

આશ્ચર્યની વાત એ છે કે સંક્રમિત થયા પછી આરોગ્ય વિભાગે તેઓ ગાંધીનગર પરત આવ્યા બાદ કેટલા લોકોને મળ્યાં તેની યાદી બનાવી 53 લોકોનું લિસ્ટ બનાવ્યું હતું, પરંતુ આ લિસ્ટમાં તે વ્યક્તિના ફુઆનું નામ ન હતું. તેથી ગુનાહિત આશયથી અને ઇરાદાપૂર્વક માહિતી છુપાવવાનો ગુનો પણ દાખલ કરાયો છે.

આ વ્યક્તિના ફુઆ અશોક પટેલ પોતે વિજાપુર પાસેના વેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરે છે અને ઉમંગથી સંક્રમિત થયાં બાદ તેઓ પણ ચેપગ્રસ્ત થયા હતા. તેમ છતાં તેઓ પોતાની નોકરી પર ગયા હતા અને અનેક દર્દીઓને દવા આપવા ઉપરાંત અન્ય કામ કર્યું અને ગાંધીનગરમાં યોજાયેલી એક સરકારી બેઠકમાં હાજર રહ્યા હતા. અશોકનાં પત્ની તથા ઉમંગના દાદી પણ ઉમંગના સંપર્કમાં આવ્યાં હોવાથી કોરોનાના ચેપનો ભોગ બન્યા છે.
આ સાથે ઉમંગના ભાભી પૂજા પટેલ પણ સંક્રમિત થયા અને તેઓ પણ હોમ ક્વોરન્ટાઇન રહેવાને બદલે સતત બહાર ફરતા રહ્યા હોવાથી તેમની સામે પણ ગુનો દાખલ કરાયો છે. આ ઉપરાંત તેઓની સામે આઇપીસીની કલમ 270 તથા 188 હેઠળનો ગુનો નોંધાયો છે.

સંક્રમણ ફેલાવવું એ પણ ગુનો બને છે

ઇન્ડિયન પિનલ કોડની કલમ 269 અને 270 અંતર્ગત કોઇ વ્યક્તિના જીવનને ખતરો રહે તેવી બીમારીને ફેલાવવા બદલ દંડની જોગવાઇ છે. IPC કલમ 269 પ્રમાણે જો કોઇ જીવનને ખતરો બને તેવા સંક્રમણને અજાણતા અથવા તો ગેરકાયદે રીતે ફેલાવે તો તેને વધુમાં વધુ 6 મહિના સુધીની જેલ અથવા દંડ અથવા તો બન્ને લાગૂ પડી શકે છે. IPCની કલમ 270 પ્રમાણે જો કોaઇ દ્વેષપૂર્ણ રીતે બીમારીને ફેલાવવાનું કૃત્ય કરે છે તો તેને વધુમાં વધુ બે વર્ષ , દંડ અથવા તો બન્નેની સજા થઇ શકે છે. 269ની સરખામણીએ આ કલમમાં દ્વેષપૂર્ણ રીતે બીમારીને ફેલાવવાનું જણાય તે મુદ્દો અંકિત કરવામાં આવ્યો છે.

ત્રણ લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ છે

તંત્ર દ્વારા ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે જેમાં ત્રણ લોકો એટલે કે ઉમંગ જશુભાઈ પટેલ, પિનલબેન ઉમંગ પટેલ તથા અશોકભાઈ પટેલના કોરોના ટેસ્ટ પોઝિટિવ છે. જ્યારે પુજાબેન તીર્થભાઈ પટેલ હાલ હોમ કોરોન્ટાઈન છે.

જાહેરનામાંના ભંગના 300 અને ક્વોરન્ટાઇન ભંગના 147 કેસ

કોરોના વાઇરસના ચેપના અટકાવવા માટે 31 તારીખ સુધીના લોકડાઉનની જાહેરાત બાદ પોલીસે સમગ્ર રાજ્યમાં લોકડાઉનનું પાલન કરાવ્યું હતું તેને લોકોનું સમર્થન મળ્યું છે. તેમ છતાં અત્યાર સુધીમાં વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકતા જાહેરનામાંનો ભંગ કરતા 300 ગુના નોંધાયા  હતા. ક્વોરન્ટાઇનમાં મુકાયાં છતાં તેનો ભંગ કરતાં 147 કિસ્સા નોંધાયા છે, જ્યારે આવા ભંગ માટે 544 લોકોની પોલીસે અટકાયત કરી છે.

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં જાહેરનામાંનો ભંગ કરનારા 238 ગુના નોંધાયા તથા ક્વોરન્ટાઇનમાં મુકાયાં છતાં તેનો ભંગ કરતાં 127 ગુના નોંધાયા છે. આમ છેલ્લાં 24 કલાકમાં કુલ 426 લોકોને ગુનો કરવા બદલ અટકાયત કરાઇ છે.

દુબઇથી કોરોનાનો ચેપ લઇને આવ્યા બાદ ક્વોરન્ટાઇન કરાયા છતાં સાવચેતી રૂપે ઘરમાં બંધ રહેવાને બદલે અનેક લોકોના સંપર્કમાં આવવા બદલ ગાંધીનગરના એક પરિવાર સામે એપેડેમિક એક્ટનો ગુનો નોંધાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments