વિધવા મહિલા થી બિભત્સ માંગણી કરતાં શખ્સ સામે ફરિયાદ

0
6

માણસા તાલુકાનાં લીંબોદરા ગામે વિધવા મહિલાની એકલતાનો લાભ ઉઠાવી અવાર-નવાર ઘરમાં ઘૂસી જઈ બિભત્સ માંગણીઓ કરતાં પાડોશી ઈસમ વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ગુનો નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લીંબોદરા ગામે રહેતી વિધવા મહિલાના બે પુત્રો અમદાવાદ મુકામે તેના પરિવાર સાથે રહે છે. જ્યારે વિધવા મહિલા લીંબોદરા ગામે જ એકલા રહીને જીવન નિર્વાહ પસાર કરી રહ્યા છે. જેમની એકલતાનો લાભ ઉઠાવી પાડોશમાં રહેતો દિલીપસિંહ છત્રસિંહ વાઘેલા અવારનવાર ઘરમાં ઘૂસી જતો હતો અને મહિલા પાસે શરીર સુખ માણવાંની માંગણી કર્યા કરતો હતો, પરંતુ વિધવા મહિલા ઈજ્જતનાં માર્યા કોઈને કશી વાત કરતા ન હતા.

ગઈકાલે મહિલાના ઘરની પાણીની પાઈપ લાઈન નાખવા માટે પંચાયતના મજૂરો આવ્યા હતા. તે દરમિયાન દિલીપસિંહ વાઘેલાએ તેમને અટકાવી દઇને મહિલાને કહેલું કે અહીંથી તમારો રસ્તો જતો નથી એટલે પાઈપ લાઈન નાખવા દઈશ નહીં. જેનાં કારણે શાબ્દિક બોલચાલી થતાં દિલીપસિંહ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલાને બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.

આથી ડરી ગયેલી મહિલાએ અમદાવાદ રહેતા તેનાં પુત્રને ફોન કરીને કહેલું કે દિલીપસિંહ એકલતાનો લાભ ઉઠાવી ઘરમાં ઘૂસી શારીરિક સુખ માણવાની માંગણીઓ કરતો હોય છે અને જેનાં તાબે નહીં થતાં આ રીતે હેરાન કરી રહ્યો છે. આ બનાવની જાણ કંટ્રોલ મારફતે થતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને દિલીપસિંહ વિરુદ્ધ આઇપીસી કલમ 354 A, 504, 506 (2)મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here