લાખણી : ગોગાપુરામાં આહપાળ ગોગ મહારાજ મંદિરના સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

0
96

લાખણી તાલુકાના વાસણા ગામ માં આવેલ વાસણા વાતમ રોડ ઉપર ગોગાપુરા ખાતે આહપાળ ગોગ મહારાજ અને શ્રી હિંગળાજ માતાજીના મંદિરમાં જમીનનો વિવાદ વકર્યો છે અને મામલો પોલીસ મથકે પહોંચી ગયો છે આ અંગેની હકીકત એવી છે કે વાતમ વાસણા વચ્ચે ગોગાપુરા ખાતે હા પાડ ગોગ મહારાજ અને હિંગળાજ માતાજીના મંદિર બનાવવા માટે સમસ્ત સિલ્વા પરિવાર અને ગામ લોકોની હાજરીમાં જમીન ના દાતા તરીકે રૂપિયા એક લાખ એક હજાર અને બીજા પચીસ હજાર રૂપિયા જોષી(સિલ્વા)વશરામભાઈ અમીરામભાઇ ના પરિવારે આપેલ હતા તે વખતે એવો વિશ્વાસ આપવામાં આવેલ કે આ જમીન ખરીદીને જયાં સુધી મંદિરનું ટ્રસ્ટ ન બને ત્યાં સુધી જમીન દાતાના નામે દસ્તાવેજ કરવાનો રહેશે અને દસ્તાવેજ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા થઈ ગયા બાદ કરી આપવામાં આવશે.

મંદિરનું સંચાલન કરતા લોકોએ મંદિરના મુખ્ય દરવાજા ઉપર લાગેલ દાતા ની તકતી તોડી નાખી.

આ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થયા પછી પણ દસ્તાવેજ કરી આપવામાં આવેલ નહીં અને તેની દાતા દ્વારા મંદિરના સંચાલન કરતા જોષી કરસનભાઈ ભાણજીભાઈ પાસે દસ્તાવેજ કરી આપવાની વાત કરતા તેઓ તેઓએ કહેલ કે તારી તકતી મારી છે એટલા માટે દસ્તાવેજ નો આગ્રહ કરે છે હવે તારી તકતી જ તોડી નાખવી છે એમ કહી કેટલાક ઈસમોએ સાથે મળીને રાત્રીના કોઈ સમયે મંદિરના મુખ્ય ગેટ ઉપર લાગેલ દાતાની મુખ્ય તકતી તોડી નાખેલ અને ત્યારબાદ સંચાલન કરતા એ સમયે સોયલા ભીલડી ના રસ્તા ઉપર ફરિયાદી ને અટકાવીને ધમકી આપી કે તું મંદિરની જમીનના દસ્તાવેજનું ભૂલી જજે નહિતર જાનથી મારી નાખીશું એમ કહી માં બેન સમી ભૂંડી ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો ત્યારે સમાજ રૂબરૂ અને ગામ લોકોની હાજરીમાં વિશ્વાસથી પૈસા લઈને વિશ્વાસઘાત કરનાર મંદિરના સંચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે આગથળા પોલીસ મથકે લેખિત ફરિયાદ આપવામાં આવેલ છે અને પોલીસ દ્વારા એ દિશામાં કાર્યવાહી ચાલુ કરેલ છે.

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here