Monday, February 10, 2025
Homeફરિયાદ : ગાંધીનગરના બિલ્ડર અને વકીલે ગર્ભવતી યુવતીને નશીલો પદાર્થ ખવડાવી દુષ્કર્મ...
Array

ફરિયાદ : ગાંધીનગરના બિલ્ડર અને વકીલે ગર્ભવતી યુવતીને નશીલો પદાર્થ ખવડાવી દુષ્કર્મ આચર્યું

- Advertisement -

ગાંધીનગર: જાણીતા બિલ્ડર અને 200 કરોડના કૌભાંડમાં સંડોવાયેલા વિશ્વબંધુ પટેલ અને નામી એડવોકેટ તથા નોટરી ભગવાન રામચંદ્ર શર્મા સામે એક ગર્ભવતી યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ ફરિયાદમાં વકીલ શર્માની આસિસ્ટન્ટ સ્વાતિ આસુદિયાનો પણ ઉલ્લેખ કર્યો છે.
ગર્ભવતીનો પતિ સામે ભરણપોષણનો કેસ
સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, યુવતીના લગ્નને ત્રણ વર્ષ થયા છે અને હાલ તેને 8 માસનો ગર્ભ છે. જોકે યુવતીને પતિ સામે ભરણપોષણ અને ઘરેલુ હિંસાનો કેસ ચાલે છે. યુવતી એકાદ વર્ષથી ગાંધીનગર કોર્ટમાં સિનિયર વકીલ બી. આર. શર્મા સાથે કામ કરતી હતી.
લાલચ આપી વકીલે સંબંધો બાંધ્યા
શરૂઆતમાં તે વકીલ શર્માના સેક્ટર-7 સ્થિત ઘરે રહેતી હતી. ત્યારે 2018માં એક દિવસ પત્ની ઘરે ન હતા ત્યારે વકીલે યુવતીને પોતાના સેક્ટર-1માં આવેલા ઘરે ફ્લેટ અને વ્હિકલની લાલચ આપી મજબૂરીનો લાભ ઉઠાવી સંબંધો બાંધ્યા હતાં.
બિલ્ડર અને વકીલ શોષણ કરતાં
ત્યાર બાદ સેક્ટર-1ની ગર્લ્સ હોસ્ટેલમાં રહેવા ગયેલી યુવતી સેક્ટર-7 સ્થિત વકીલના ઘરે લઈ ગઈ ત્યારે વકીલ શર્મા અને સ્વાતિએ તેને નશાયુક્ત પદાર્થ ખવડાવી પીવડાવીને બિલ્ડર અને વકીલ શોષણ કરતાં હતા. યુવતીએ આ અંગે ત્રણેય સામે સેક્ટર – 7માં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
‘ગર્ભવતી હોવાનું કહ્યું છતાં બળાત્કાર કર્યો’
યુવતીની ફરિયાદ પ્રમાણે વિશ્વબંધુ ડાહ્યાલાલ પટેલ (રહે-633/105, વાસ્તુ નિર્માણ, સોસાયટી, સેક્ટર-22) વકીલ શર્માને ત્યાં આવતા હોવાથી યુવતીને ઓળખતો હતો. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ કરતાં વિશ્વબંધુએ યુવતીને ફ્લેટ અને હોસ્ટેલ ચલાવવા માટે આપવાની લાલચ આપી હતી. 12 મેના રોજ તેણે સેક્ટર-11 સ્થિત હોટેલ કેસની ચર્ચા માટે બોલાવી બળજબરીપૂર્વક બળાત્કાર કર્યો હતો. યુવતીએ પોતે ગર્ભવતી હોવાનું કહ્યું છતાં તે રોકાયો ન હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular