અમદાવાદ : વાડજ પોલીસ સ્ટેશનના PSI વિરૂદ્ધ ફરિયાદ દાખલ, મહિલાએ લગાવ્યા ગંભીર આરોપ

0
48

PSIએ મહિલાને હોટેલમાં બોલાવી બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ

અમદાવાદ શહેરના વાડજ પોલીસ સ્ટેશનના PIની બદલીની ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં ફરી પોલીસ સ્ટેશન વિવાદમાં આવ્યુ છે. PI રાઠવાની બદલી બાદ હવે PSI મિશ્રા સામે ગંભીર આરોપ લાગ્યા છે. જેને લઇ PSI વિરૂધ્ધ એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ PSI પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.

વાડજ વિસ્તારમાં જ રહેતી મહીલાએ બે પીએસઆઇ વિરુદ્ધ હોટલમાં બોલાવીને જબરદસ્તી કરવાનો પ્રયત્ન કરવામાં આક્ષેપો મૂક્તા ખળભળાટ મચ્યો છે અને ગત રાત્રેથી જ સમગ્ર પોલીસ બેડામાં ચોતરફ આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે.

મળતી વિગત મુજબ, મહિલા પોતાના પતિ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવવા આવી હતી. જોકે આ દરમિયાન મહીલાને હોટલમાં બોલાવી હોવાની વાત ચર્ચાઇ રહી છે. હોટલમાં મહિલા સાથે પીએસઆઇએ બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે

મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે જો આ અંગે પોલીસ ફરીયાદ થઈ તો પુત્રને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જોકે મહિલએ હિમત એકઠી કરીને આ બનાવ અંગે કમીશ્નર ઓફીસમાં જાણ કરી હતી.

તો બીજી તરફ મહિલાની ફરિયાદ બાદ પીએસઆઈ સામે ગુનો દાખલ કરીને આ ઘટનાની તપાસ શરૂ કરી છે. હાલ મહિનાના આરોપ બાદ સમગ્ર પોલીસ સ્ટેશનમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે તમામ આ ઘટનાની સાચી હકીકત બહાર આવે એ માટે રાહ જાેઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here