દિયોદર : ડુચકવાડાના યુવકે ક્વોરોન્ટાઇનનો ભંગ કરવા બદલ દિયોદર પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ.

0
92

લાખણી:- સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે ભારત અને ગુજરાતમાં પણ આ વાયરશે પગ પેસારો કરી દીધો છે.સરકાર દ્વારા વિવિધ પગલાં લઇ વિવિધ — નિર્ણયો દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે લોકોને ઘરમાં રહેવાનું જણાવવામાં આવ્યું છે અને આજુબાજુ કોઈ વિદેશથી કે આવ્યું હોય તો તાત્કાલિક નજીકના તંત્ર ને  જાણ કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે.

ત્યારે જાણવા મળતી માહિતી અનુસાર ડુચકવાડા ના રહેવાસી તેમજ દુબઈથી પરત આવેલા ઋત્વિક ઠક્કર જેવો દુબઈથી પોતાના વતન ડુચકવાડા આવ્યા હતા. જોકે માહિતી મળતા ડુચકવાડા મેડિકલ ઓફિસર સુરેશ ભાઈ માળી તેમજ તેમની ટીમે ઋત્વિક ઠક્કર ના ઘરે જઈ મુલાકાત લઇ કોરોના વાયરસ ની મહામારી વચ્ચે તેઓને પોતાના ઘરેથી બહાર ન નીકળવાના આદેશ આપવામાં આવ્યા હતા. જો કે 21/ 3/ 2020  ના રોજ થી ૧૪ દિવસ ઘરની બહાર નીકળવા સૂચન કરવામાં આવ્યું હતું જોકે 14 દિવસ પહેલા ઘરની બહાર નીકળશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવું પણ ઋત્વિક ને જણાવવામાં આવ્યું હતું જો કે આજુબાજુના લોકોને ખબર પડે તે હેતુથી ના ઘરની બહાર દિવાલ ઉપર લાલ રંગનું સ્ટીકર ચોંટે ‘સાવધાન ક્વોરોન્ટાઇન  વિસ્તાર’ લખવામાં આવ્યું હતું.

જો કે ફરિયાદ માં જણાવ્યા અનુસાર આ ગામના લોકોએ મેડિકલ ઓફિસર ને ફોન કરી જણાવ્યું હતું કે ઋત્વિક ઘરની બહાર નીકળે છે અને બીજા લોકોને મળે છે ત્યાર બાદ સરપંચ દ્વારા ફરિયાદ કરવામાં આવી અને ડુચકવાડા મેડિકલ ઓફિસર ને જાણ કરી કે ઋત્વિક  ઘરની બહાર નીકળી જાય છે. ત્યારે ફરિયાદને આધારે ઋત્વિક  ઘરે જઈ તપાસ કરી તો જાણવા મળ્યું કે ઋત્વિક ઘરની બહાર નીકળે છે અને લોકોને મળે છે તેના વિરૂદ્ધમાં દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here