દુષ્કર્મ : ઈડરના પાવાપુરી જલ મંદિરના 2 જૈન મહારાજો સામે દુષ્કર્મની ફરિયાદ, 2 મહિલા પર મંત્રતંત્રના નામે કુકર્મો આચર્યા

0
19

હિંમતનગર. ઈડર પોલીસ સ્ટેશને જલ પુરીના 2 જૈન મહારાજો સામે દુષ્કર્મની ટ્રસ્ટીઓએ ફરિયાદ નોઁધાવી છે. ફરિયાદમાં મંત્રતંત્ર અને મેલી વિદ્યાનો કરવાનું કહીને ડરાવી ધમકાવીને મહિલાઓ સાથે દુષ્કૃત્યો આચરવામાં આવ્યા હોવાનું કહેવામાં આવ્યું છે. આ મામલે મહિલાના પતિએ વીડિયો અને તસવીર સહિતના પુરાવા આપ્યા છે.

 

અમદાવાદ અને સુરતની પરિણીતાઓ સાથે દુષ્કર્મ

જૈન મુનીએ અમદાવાદ અને સુરતની પરિણીતાઓને શિકાર બનાવી હતી અને તેમની પર દુષ્કર્મ આચર્યા હતા. જો કે એક પરિણીતાના પતિ પાવાપુરી જલ મંદિરના બંને આચાર્ય સામે ફરિયાદ નોધાવી હતી. 3 મહિના અગાઉ દુષ્કર્મ આચરાયું હોવાનું કહેવામાં આવ્યું છે. પરિણીતાઓને ધમકી આપવામાં આવી હતી કે કોઈપણને દુષ્કર્મ મુદ્દે વાત કરશે તો મંત્રતંત્ર અને મેલી વિદ્યાથી બરબાદ કરી દેવાશે.

કાર્યવાહીની ઈડર પોલીસને અગ્રણીઓની રજૂઆત

દુષ્કર્મની ઘટનાને પગલે જૈન સમાજના અગ્રણીઓ દ્વારા ઈડર પોલીસને રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ જૈન મહારાજોને ઝડપી પકડી પાડવા માટે માગ કરવામાં આવી છે. હાલ બંનેને ઈડર પાવાપુરી જલ મંદિરમાં નજર કેદ કરી દેવામાં આવ્યા છે. જૈન ધર્મના ધર્મગુરૂ દ્વારા આચરેલા કલંકિત કિસ્સાને પગલે લોકોમાં રોષ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here