ગાંધીનગર : સરકારી અધિકારી સામે દિલ્હીની યુવતીની બળાત્કારની ફરિયાદ,મેટ્રિમોનિયલ સાઇટથી સંપર્કમાં આવ્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું

0
34

ગાંધીનગરમાં કર્મયોગી ભવન ખાતે આવેલા સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગમાં ફરજ બજાવતા ક્લાસ-2 અધિકારી સામે બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. દિલ્હીમાં એડવોકેટ એવી યુવતીએ સે-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા યુવક તેના પિતા તથા બહેન સામે ગંભીર આક્ષેપો કર્યા છે. જેમાં મેટ્રિમોનિયલ સાઈટ પરથી સંપર્કમાં આવ્યા બાદ સમગ્ર પરિવારે તેને વાતોમાં ભોળવી હતી. યુવકે પરાણે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને છેલ્લે 50 લાખની માંગણી કરતા પોલીસે યુવકની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.

યુવકે અનેકવાર યુવતી ને લગ્નની લાલચ આપી હતી, રે ઉપરાંત બનાવટ કરીને પૈસાની માંગણી કરી હતી

દિલ્હીમાં રહેતી વકીલ યુવતીની મુલાકાત મેટ્રીમોનિટયલ સાઈટથી ગાંધીનગર રહેતાં કમલનારાયણ અભિમાન રાય (29 વર્ષ) સાથે થઈ હતી. કમલનારાયણ ગાંધીનગર કર્મયોગી ભવન ખાતે સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગમાં ટેક્નિકલ ઓફિસર છે. જાન્યુઆરી-2020માં બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. પહેલા ફોનથી વાતચીત થતી હતી,ત્યારબાદ આ બંને વચ્ચે નક્કી થયા મુજબ યુવતી દિલ્હીમાં નોકરી છોડી યુપીએસસીની તૈયારી માટે ગાંધીનગર આવી હતી. જુનમાં આરોપીએ યુવતીને એક દિવસ અમદાવાદની હોટેલ બાદ સેક્ટર-8માં આવેલા પીજીમાં રાખી હતી. જ્યાં તે દરરોજ સવારે અને સાંજે આવી તેણે અનેકવાર લગ્નની લાલચ આપી હતી.આ મુદ્દે યુવતીએ કમલનારાયણ રાય સામે બળાત્કાર તથા પૈસાની માંગણી ફરિયાદ નોંધાવી છે.જેમાં તેના પિતા અને બહેન સામે પણ આક્ષેપો કરીને તેની સાથે બનાવટ કરીને પૈસાની માંગણીની ફરિયાદ કરી છે. સેક્ટર-7 પોલીસે આરોપી યુવકની ધરપકડ કરીને હાલ તેને જેલના હવાલે કર્યો છે .

વર્તન બદલાઈ જતા કમલે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું

દરમિયાન ગત 14 જુલાઈ બાદ કમલનું વર્તન બદલાઈ જતા તેણે યુવતીના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. જ્યારે યુવતીએ આ પ્રકારના વર્તનનું કારણ પૂછતાં કમલે કહ્યું હતું કે,‘તારે મારી સાથે લગ્ન કરવા હોય તો 50 લાખ આપ, જો ન આપે તો મને ભૂલી જા.’ યુવતીના દાવા પ્રમાણે આ જ પ્રકારે યુવકના પિતા અને બહેને પણ 50 લાખની માંગણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here