Saturday, September 18, 2021
Homeફરિયાદ : વકીલ ઉપર નજીવી બાબતે તલવાર લઈ સાત સભ્યોએ હુમલો કર્યો
Array

ફરિયાદ : વકીલ ઉપર નજીવી બાબતે તલવાર લઈ સાત સભ્યોએ હુમલો કર્યો

કલોલ કોર્ટમાં વકીલાત કરતા સરઢવ ગામનાં વકીલ ઉપર બાઈક ખસેડવા જેવી નજીવી બાબતે ઠાકોર પરિવારના 7 સભ્યોએ તલવાર લઈને હિચકારો હુમલો કરવાની ઘટના પેથાપુર પોલીસ મથકમાં નોંધાઈ છે. ત્યારે પોલીસે વકીલ પર હુમલો કરનાર ઠાકોર પરિવાર વિરુદ્ધ એટ્રોસીટી એકટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના સરઢવ જનતાનગર રાવળવાસની પાછળ રહેતા બિંદેશકુમાર કાળીદાસ રાજવી કલોલ કોર્ટમાં વકિલાત કરે છે. ગત તારીખ 30મી જુલાઇની રાત્રિના સમયે વકીલ બિંદેશકુમાર તેમના નાનાભાઈ પંકજભાઈના ઘરેથી સાયકલ લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા તે વખતે તેમના ઘરથી થોડેક દૂર રહેતો શૈલેષભાઈ રમેશજી ઠાકોર બાઈક લઈને ઉભો હતો. જેથી બિંદેશકુમારે તેને બાઈક સાઈડમાં ખસેડવા જણાવ્યું હતું.

આ સાંભળી શૈલેષ એકદમ ઉશ્કેરાઇને ગાળો બોલવા લાગ્યો હતો અને તેના ઘરેથી તલવાર દોડીને લઈ આવી બિંદેશકુમારનાં માથામાં તલવારનો હાથા વાળો ભાગથી હુમલો કર્યો હતો. જેનાં કારણે બિંદેશકુમારનાં માથામાંથી પુષ્કળ લોહી વહેવા લાગ્યું હતું અને તેઓ જમીન પર ફસડાઇ પડ્યા હતા. તે વખતે શૈલેષના પિતા રમેશજી જવાનજી ઠાકોર પણ પુત્રનું ઉપરાણું લઈ તલવાર સાથે દોડી આવ્યા હતા. આ જોઈ શૈલેષની માતા ભૂરીબેન અને તેની બહેન જાનકી પણ હાથમાં ધોકા લઈને ઝગડામાં કૂદી પડ્યા હતા અને સીતાબેન રમેશજી ઠાકોર તેમજ સીતાબેનનાં ભાભી પણ આવી ગયા હતા.

આ તમામ સભ્યોએ એકસંપ થઇ જમીન પર ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા બિંદેશકુમારને ગડદાપાટુનો ઢોર માર મારવા લાગ્યા હતા અને જાતિ વાચક અપશબ્દો બોલી અહીં અમારા સમાજના 50 ઘરોની વચ્ચે તારું એકલાનું જ ઘર આવેલું છે જેથી જલ્દીથી ઘર ખાલી કરીને જતો રહે નહિ તો જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપતા હતા.

ઠાકોર પરિવારના સાતેય સભ્યોના સામૂહિક હુમલાથી ગંભીર રીતે ઘાયલ વકીલ બિંદેશકુમારે બૂમાબૂમ કરતા આસપાસના પાડોશીઓ દોડી આવ્યા હતા અને તેમને વધુ મારમાંથી છોડાવ્યા હતા. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ગંભીર ઈજાગ્રસ્ત બિંદેશકુમારને ગાંધીનગરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે વકીલ બિંદેશકુમારની ફરિયાદના આધારે પેથાપુર પોલીસે એટ્રોસીટી એકટ સહિતની કલમો હેઠળ ઠાકોર પરિવાર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments