ફરિયાદ : સરપંચનો પુત્ર યુવતી સાથે વીડિયોકોલમાં અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ

0
11

પોરબંદરના નટવરનગર ગામના સરપંચના પુત્ર કોઈ યુવતી સાથે વિડીયોકોલમાં અશ્લીલ હરકતો સાથે વાત કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે, અને આવો વીડિયો વાયરલ કરનાર સરપંચના પુત્રને બ્લેકમેઈલ કરી પૈસામાંગતો હોવાની સરપંચના પુત્રે સાયબર ક્રાઇમને ફરિયાદ અરજી કરી છે.

ચાર દિવસથી વીડિયો વાયરલ
પોરબંદર જિલ્લાના નટવરનગર ના મહિલા સરપંચના પુત્ર ખીમાભાઈ ઓડેદરાએ પોરબંદર સાઇબર ક્રાઇમમાં તથા બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી કરી છે કે, તેઓ રાત્રિના સમયે કોઈ યુવતી સાથે વિડીયોકોલથી અશ્લીલ હરકતો કરતા હોય તેવો વિડિયો પોરબંદર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, અને આ વાયરલ કરનાર કોઈ અજાણ્યો વ્યક્તિ ખીમાભાઇને બ્લેકમેઇલ કરી પૈસાની માંગણી કરી રહ્યો છે. તેમણે ફરિયાદ અરજીમાં વધુમાં જણાવ્યું છે કે, કોઈ વ્યક્તિ આવી રીતે તેમને બદનામ કરી તેમના માતા કે જેઓ નટવરનગર ગામ ના સરપંચ છે તેમના જાહેરજીવનમાં બદનામી થાય એવું કૃત્ય કરી રહેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here