સના-અનસના નિકાહને એક મહિનો પૂરો:અનસે કહ્યું, ‘સનાને ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવા કોઈ દબાણ નહોતું કર્યું, નાના વિચાર ધરાવતા લોકો આવું માની રહ્યા છે’

0
0

પૂર્વ એક્ટ્રેસ સના ખાન પોતાના પતિ અનસ સઈદ સાથે કાશ્મીરમાં હનીમૂન પર છે. સોશિયલ મીડિયા પર તે વીડિયો અને ફોટો શેર કરતી રહે છે. બંનેએ આ વર્ષે જ 20 નવેમ્બરે નિકાહ કર્યા છે. 20 ડિસેમ્બરે તેમના મેરેજને એક મહિનો પૂરો થઇ ગયો છે. આની પહેલાં ઓક્ટોબર મહિનામાં સનાએ જાહેરાત કરી હતી કે, હું ફિલ્મમાં કામ નહિ કરે અને પોતાને અલ્લાહ સાથે જોડીશ. એ પછી એવી પણ ચર્ચા થઇ રહી હતી કે તેણે પતિના દબાણને લીધે એક્ટિંગ કરિયર છોડ્યું છે.

એક ઇન્ટરવ્યૂમાં અનસે આ બધી વાતોની ચોખવટ કરતા કહ્યું કે, ‘સનાએ 6 મહિના પહેલાં પોતે જ સોશિયલ મીડિયા પર જાહેર કર્યું હતું કે તે હિજાબ પહેરશે. તે હંમેશાં પોતે જે કામ કરી રહી છે તેને છોડવા માગતી હતી. હું તેને થોડો સમય આપવા માગતો હતો, પરંતુ તે પોતાના નિર્ણય પર અડગ હતી. તેણે ઇન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય કર્યો ત્યારે હું પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.’

‘લોકો પૂછે છે, એક્ટ્રેસ સાથે નિકાહ કેવી રીતે થયા?’
અનસે જણાવ્યું, ‘મેં ઉપરવાળા પાસે દુઆ માગી હતી કે મારા નિકાહ સના સાથે થાય અને તેમણે મારી વાત સાંભળી લીધી. મને લાગે છે કે કોઈ બીજા સાથે મારા નિકાહ થયા હોત તો હું આટલો ખુશ ના હોત. હું એવી છોકરી સાથે મેરેજ કરવા માગતો હતો જે મારું સન્માન કરે અને મને પૂરો કરે. લોકો મને પૂછે છે કે મારા મેરેજ એક્ટ્રેસ સાથે કેવી રીતે થયા? પણ આ લોકોના વિચાર નાના છે.’

સનાએ સોશિયલ મીડિયા પર ઇન્ડસ્ટ્રી છોડવાની જાહેરાત કરી હતી
6 મહિના પહેલાં સનાએ જાહેરાત કરી હતી. તેણે લખ્યું હતું, ‘મારી જિંદગીના એક મહત્ત્વના ભાગ પર ઊભી છું. ઘણા વર્ષોથી હું શોબિઝ ઝિંદગી જીવી રહી છું. દરેક સમયે મને શોહરત, સન્માન અને પૈસા મળ્યા છે. આથી હું તમારા બધાની આભારી છું.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here