મધ્યપ્રદેશમાં કમ્પ્યુટર બાબાનો ગેરકાયદે આશ્રમ ધ્વસ્ત, 10 ટ્રક સામાન નીકળ્યો, લક્ઝરી કાર અને બંદૂક પણ મળી આવી.

0
20

મધ્યપ્રદેશમાં રવિવારે ગેરકાયદે બનાવાયેલા બે બાબાના લક્ઝરી આશ્રમને તોડી પડાયા હતા. ભાજપ અને કોંગ્રેસના શાસન દરમિયાન રાજ્યમંત્રીનો દરજ્જો મેળવી ચૂકેલા નામદેવદાસ ત્યાંગી ઉર્ફે કમ્પ્યુટર બાબાના ઇંદોર નજીકના આશ્રમનો પણ સમાવેશ થાય છે.

આશ્રમમાંથી 10 ટ્રક જેટલો સામાન નીકળ્યો હતો. એમાં મોંઘાં સોફા, ટીવી, એસી, ફ્રિજ, લક્ઝરી કાર અને એક બંદૂક પણ સામેલ છે. આ કાર્યવાહી દરમિયાન અશાંતિ ફેલાવવા બદલ બાબા અને તેના 7 સહયોગીની ધરપકડ કરી તેમને જેલમાં મોકલી દેવાયા છે. બંદૂકનું લાઈસન્સ પણ નહીં હોવાનું જણાયું છે. હવે તેમનાં બેન્ક ખાતાંની પણ તપાસ કરવામાં આવશે.

બીજી બાજુ, નરસિંહપુરમાં યૌનશોષણ અને અશ્લીલ વિડિયો બનાવનારા ઢોંગી બાબા ધર્મેન્દ્ર દુબેના આશ્રમને પણ તોડી પડાયો હતો. ધર્મેન્દ્ર દુબે સામે લોકોની સાથે ઠગાઈ કરવાનો અને ગાજાના ખરીદ-વેચાણનો કેસ દાખલ થયેલો છે. તેણે પણ સરકારી જમીન પર આશ્રમ બનાવ્યો હતો. કલેક્ટર મનીષસિંહે કહ્યું હતું કે હવે અહીં ગૌશાળા બનાવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here