કોરોના : પાકિસ્તાનના PM ઈમરાને ચિંતા વ્યક્ત કરતા કહ્યું- દેશ આર્થિક રીતે નબળો છે, તેને અન્ય દેશોની જેમ બંધ ન કરી શકાય

0
11

નવી દિલ્હીઃ કોરોના વાઈરસના સંકજામાં પાકિસ્તાન પણ આવી ગયું છે, અહીંયા અત્યાર સુધી 237 કેસની પુષ્ટી થઈ ચુકી છે. પાકિસ્તાનમાં વાઈરસનો સૌથી વધારે કહેર સિંધ પ્રાંતમાં જોવા મળી રહ્યો છે. અહીંયા કોરોના વાઈરસના 193 કેસ સામે આવ્યા છે.જેના માટે પાકિસ્તાની પીએમ ઈમરાન ખાને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ટીવી પર લોકોને સંબોધતા લોકોને ન ગભરાવવાની અપીલ કરી હતી.

કોરોના વાઈરસના પ્રકોપથી બચવા અને તેની તૈયારી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરસ કરીને સાર્ક દેશોને એકજૂથ કર્યા હતા. એ વખતે તેઓ આમા સામેલ થયા ન હતા. ત્યારે તેમણે તેમના વિશેષ સલાહકાર અને સ્વાસ્થ્યના મામલાના રાજ્યમંત્રી જફર મિર્ઝાને મોકલી દીધા હતા. પરંતુ હવે તેમણે આ વાઈરસના વધવાની શક્યતા વધારે લાગી રહી છે.

પાકિસ્તાની છાપા ડોનના જણાવ્યા પ્રમાણે, ઈમરાને તેમના સંબોધનમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં કોઈ પણ વસ્તુ અન્ય દેશોની જેમ બંધ ન કરી શકાય કારણ કે પાકિસ્તાન ગરીબ દેશ છે. જો આવું કરવામાં આવ્યું તો જે આર્થિક સ્થિતિ પહેલાથી ખરાબ છે તે વધારે ખરાબ થશે. પાકિસ્તાન પહેલાથી જ આર્થિક દ્ર્ષ્ટીએ નબળો દેશ છે. ઉલ્લેખનીય છે કે સિંધે આ અંગે પહેલાથી જ ઈમરાન ખાનના નિવેદનથી વિપરીત નિર્ણય લઈને તેમના ત્યાં તમામ વસ્તુઓને બંધ કરી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here