શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શિલાન્યાસ વિધિ સંપન્ન, વડાપ્રધાને મંદિરની માટીથી કર્યું તિલક

0
4

પીએમ મોદી રામ ભૂમિપૂજન માટે અયોધ્યા પહોંચ્યા હતા. ભૂમિ પૂજન સ્થળ પર જતા પહેલા પીએમ મોદીએ હનુમાનગઢી મંદિરમાં પરંપરાગત વિધિથી આરતી અને પ્રદક્ષિણા કરી હતી. રામલાલાના દર્શન પહેલા હનુમાનગઢી મંદિરમાં પૂજા કરવાની માન્યતા પણ છે.

હનુમાનગઢી મંદિરના મુખ્ય પૂજારીએ વડાપ્રધાન મોદીને સાફો અને ચાંદીનો તાજ પહેરાવ્યો હતો. આ દરમિયાન વડાપ્રધાને માસ્ક અને સામાજિક અંતરની પણ સંપૂર્ણ કાળજી હનુમાનગઢી અયોધ્યાના મધ્યમાં આવેલું ભગવાન હનુમાનનું વિશાળ મંદિર છે. એવું માનવામાં આવે છે કે સૌ પ્રથમ અયોધ્યામાં કોઈપણ આવે તો તેણે શ્રીરામ પહેલા હનુમાનગઢી મંદિરમાં બજરંગબલીના આશીર્વાદ લેવા જોઈએ અને પછી બીજા મંદિરમાં જવું જોઈએ. હનુમાનગઢીની મુલાકાત બાદ પીએમ મોદી ભૂમિપૂજન માટે પહોંચ્યા તેમણે રામલલ્લા સમક્ષ પણ પ્રણામ કર્યા. તેઓ અહીં દંડવત પ્રણામ કરતાં જોવા મળ્યા હતા. તેઓ થોડી મિનિટ સુધી પ્રભુના ચરણોમાં શીશ ઝુકાવી રહ્યા અને પછી શિલાન્યાસ માટે રવાના થયા.

અહીં વડાપ્રધાન સહિત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, સંઘ સંચાલક મોહન ભાગવત પૂજામાં બેઠા હતા. શાસ્ત્રોક્ત મંત્રોચાર સાથે પૂજા કર્યા બાદ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. પૂજાના અંતે વડાપ્રધાને મંદિરની માટીને પોતાના કપાળે લગાવી અને ઈંટ મુકી ભૂમિ પૂજન સંપન્ન કરાવ્યું. આ તકે મંદિર પરીસર શ્રીરામ ધૂન સાથે ગુંજી ઉઠ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here