બિનપરિણિત મહિલાઓમાં કોન્ડોમનો ઉપયોગ વધ્યો છે

0
17

આરોગ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવેલા હાલના નવા રાષ્ટ્રીય આરોગ્ય સર્વેમાં કેટલીક નવી વિગત સપાટી પર આવી છે. જેના કારણે ચર્ચા જોવા મળી રહી છે. સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે દેશમાં છેલ્લા એક દશકમાં બિનપરિણિત મહિલાઓમાં કોન્ડોમનો ઉપયોગ છ ગણો વધી ગયો છે. સુરક્ષિત સેક્સ માટેની દિશામાં મોટી સંખ્યામાં નિપરિણિતી જાતિય રીતે સક્રિય રહેલી મહિલાઓ વધી રહી છે. સર્વેમાં જાણવા મળ્યુ છે કે કોન્ડોમનો ઉપયોગ છેલ્લા ૧૦ વર્ષના ગાળામાં ૧૫ વર્ષથી લઇને ૪૯ વર્ષની વયની જાતિય રીતે સક્રિય રહેલી બિનપરિણિત મહિલાઓમાં વધીને ૧૨ ટકા થઇ ગયો છે.

સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે ૨૦-૨૪ વર્ષની વય ગ્રુપમાં કોન્ડોમનો ઉપયોગ સૌથી વધારે જોવા મળ્યો છે. સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે આઠ પુરૂષો પૈકી ત્રણ પુરૂષો માને છે કે ગર્ભનિરોધક દવા વુમન બિઝનેસ તરીકે છે. સાથે સાથે પુરૂષે આને લઇને ચિંતા કરવી જોઇએ નહી. સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે ગર્ભનિરોધક દવાના ઉપયોગના મામલે દેશમાં પંજાબ પ્રથમ સ્થાને છે.

સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે ૯૯ ટકા પરિણિત મહિલાઓ અને પુરૂષો (૧૫થી ૪૯ વર્ષની વય જુથ) ગર્ભદવાના કોઇ પણ એક સ્વરૂપને સારી રીતે જાણે છે. કોન્ટ્રાસેપ્ટિવ પ્રવલેન્સ રેટ પરિણિત મહિલાઓમાં ૫૪ ટકાની આસપાસ છે. હેવાલમાં વ્યાપક અભ્યાસ બાદ એમ પણ કહેવામાં આવ્યુ છે કે ૧૫થી ૪૯ વર્ષની વય જુથમાં બિનપરિણિત મહિલાઓમાં કોન્ટ્રાસેપ્ટિવ અથવા તો ગર્ભનિરોધક દવાનો ઉપયોગ ૩૪ ટકાની આસપાસ છે. સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે ૧૫-૪૯ વર્ષની વય ગ્રુપમાં જાતિય રીતે સક્રિય રહેલી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here