કન્ફર્મ : પોકો તેનો અપકમિંગ 5G સ્માર્ટફોન ‘પોકો M3 પ્રો 5G’ 19મેએ લોન્ચ કરશે

0
2

શાઓમીથી સ્વતંત્ર થયેલી બ્રાન્ડ પોકો તેનો અપકમિંગ 5G સ્માર્ટફોન ‘પોકો M3 પ્રો 5G’ 19મેએ લોન્ચ કરશે. ગ્લોબલ ઈવેન્ટમાં કંપની પોકો M3નાં આ અપગ્રેડેડ વર્ઝન તરીકે આ ફોન લોન્ચ કરશે. જોકે ભારતમાં તેનાં લોન્ચિંગ વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી. ગ્લોબલ ઈવેન્ટ બાદ ટૂંક સમયમાં કંપની તેને ભારતમાં લોન્ચ કરી શકે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ અપકમિંગ 5G ફોનમાં ડાયમેન્સિટી 700 પ્રોસેસર મળશે. આ પ્રોસેસરથી સજ્જ ભારતમાં રિયલમી 8 5G લોન્ચ થયો છે. તેનાં બેઝિક મોડેલની કિંમત 13,999 રૂપિયા છે. પોકો પણ 17થી 20 હજાર રૂપિયાની આસપાસ તેનો સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે.

ડાયમેન્સિટી 700 પ્રોસેસર
આ ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 700 પ્રોસેસર મળશે. આ પ્રોસેસર જ ફોનને ખાસ બનાવે છે. આ પ્રોસેસરનો ઉપયોગ શાઓમી રેડમી નોટ 10 5G (કિંમત 32,799 રૂપિયા) અને ઓપ્પો A55 5G (કિંમત16,926 રૂપિયા) સ્માર્ટફોનમાં થયો છે. ડાયમેન્સિટી 700 પ્રોસેસર ફોનનાં તમામ ફીચર્સની સ્પીડ વધારે છે.

આ પ્રોસેસર ડિસ્પ્લેમાં કલર એક્સપિરિઅન્સ વધારે છે. તેનાથી રિફ્રેશ રેટ 90Hz થઈ જાય છે. તેને લીધે એનિમેશન અને ગેમિંગ ઈમેજ બ્લર થતી નથી. તેનાથી ઈમેજ, વીડિયો, ગેમિંગ, કનેક્ટિવિટી અને શાનદાર પાવર મળે છે. ઓછી લાઈટમાં તેનું સેન્સર ઓબ્જેક્ટ પર ફોકસ કરી ફોટો કેપ્ચર કરે છે. બંને સિમ 5G સપોર્ટ કરે છે. વોઈસ સર્ચિંગ સરળ બને છે. બેટરીનો ઓછો ઉપયોગ કરે છે.

પોકો M3 પ્રો 5G ફોનનાં સંભવિત ફીચર્સ

  • ફોનમાં 6.5 ઈંચની ફુલ HD+ ડોટડિસ્પ્લે મળશે.
  • ફોનમાં 6GBની રેમ અને 128GBનું સ્ટોરેજ મળશે. ફોન યલો, બ્લૂ અને બ્લેક કલર વેરિઅન્ટમાં લોન્ચ થશે.
  • તેમાં 48MP+2MP+2MPનું ટ્રિપલ રિઅર કેમેરા મળી શકે છે.
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8MPનો ફ્રન્ટ કેમેરા હશે.
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
  • કનેક્ટિવિટી માટે તેમાં 5G, 4G LTA, બ્લુટૂથ,વાઈફાઈ, 3.5mmનો ઓડિયો જેક સહિતના ઓપ્શન મળશે.
  • ફોનમાં 5000mAhની બેટરી મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here