કન્ફર્મ : રેડમી તેની પ્રથમ સ્માર્ટવોચ 13મે એ લોન્ચ કરશે

0
6

શાઓમી આગામી 13 તારીખે લોન્ચિંગ ઈવેન્ટ હોસ્ટ કરવા જઈ રહી છે. આ ઈવેન્ટમાં કંપની તેની વોચ લોન્ચ કરશે. જોકે આ વોચ રેડમી બ્રાન્ડની પ્રથમ સ્માર્ટવોચ છે. આ સ્માર્ટવોચને ચીનમાં પહેલાંથી લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ વોચનાં લોન્ચિંગ વિશે ટ્વીટ કરીને માહિતી આપી છે.

રેડમી વોચની કિંમત
કંપનીએ ટીઝરમાં કિંમત વિશે કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ ચીનમાં તે 299 ચીની યુઆન અર્થાત 3400 રૂપિયામાં લોન્ચ થઈ હતી. ભારતમાં પણ તેની કિંમત 3 હજાર રૂપિયાની આસપાસ હોવાની સંભાવના છે.

રેડમી વોચનાં સ્પેસિફિકેશન

  • ચીનમાં લોન્ચ થયેલાં વેરિઅન્ટ પ્રમાણે, વોચમાં 1.4 ઈંચની સ્ક્વેર ડિસ્પ્લે મળશે. તેની પિક્સ્લ ડેન્સિટી 323 ppi હશે. વોચ 2.5D કર્વ્ડ ગ્લાસથી સજ્જ હશે. સ્માર્ટવોચમાં પેમેન્ટ માટે NFC સપોર્ટ મળી શકે છે.
  • તેમાં હાર્ટ રેટ મોનિટરિંગ મળશે.
  • સાથે જ તેમાં સાયકલિંગ, વોકિંગ, ટ્રેડમિલ, સ્વીમિંગ સહિતના સ્પોર્ટ્સ મોડ મળશે. આ સ્માર્ટવોચ એન્ડ્રોઈડ અને iOS બંને ડિવાઈસ સાથે કમ્પેટિબલ હશે.
  • વોચ 230mAhની બેટરીથી સજ્જ હશે, જે 12 દિવસનું બેકઅપ આપશે.

સ્માર્ટવોચ સાથે કંપની ‘રેડમી નોટ 10S’ પણ લોન્ચ કરશે
13મેની ઈવેન્ટમાં કંપની તેની પ્રથમ સ્માર્ટવોચ સાથે ‘રેડમી નોટ 10S’સ્માર્ટફોન પણ લોન્ચ કરશે. આ ફોનમાં 4 રિઅર કેમેરા અને 5000mAhની બેટરી મળશે.

રેડમી નોટ 10Sનાં સંભવિત સ્પેસિફિકેશન​​​​​​​

  • લીક અને મીડિયા રિપોર્ટ પ્રમાણે, ફોનમાં 6.43 ઈંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે મળી શકે છે. ફોન મીડિયાટેક હીલિયો G95થી સજ્જ હોઈ શકે છે.
  • ફોનમાં 64MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે.
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 13MPનો ફ્રન્ટ કેમેરા મળી શકે છે.
  • ફોન 5000mAhની બેટરીથી સજ્જ હોઈ શકે છે. તે 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરી શકે છે.
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here