Monday, October 18, 2021
Homeમધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને કમલનાથ વચ્ચેની તકરાર પહોંચી સોનિયાના દરબારમાં
Array

મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને કમલનાથ વચ્ચેની તકરાર પહોંચી સોનિયાના દરબારમાં

મધ્યપ્રદેશ કોંગ્રેસમાં મુખ્યમંત્રી કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાના જૂથ વચ્ચે તકરાર વધી ગઇ છે. હકીકતમાં સિંધિયાએ શિક્ષકોના સમર્થનમાં પોતાની સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરવાની જાહેરાત કરી છે, તે પછી મુખ્યમંત્રી કમલનાથે પણ જ્યોતિરાદિત્ય સિંધિયા પર નિશાન સાધ્યું છે. કમલનાથે કહ્યું હતું કે ચૂંટણી ઢંઢેરો પાંચ વર્ષ માટેનો હોય છે, પાંચ મહિના માટેનો નહીં. એટલું જ નહીં કમલનાથે શુક્રવારે સાંજે દિલ્હીમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન કમલનાથે સિંધિયા દ્વારા રાજ્ય સરકાર પર થઇ રહેલા હુમલા અંગે પણ નારાજગી દર્શાવી હતી.

કમલનાથે પત્રકારોને જણવ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષા સાથેની મુલાકાત થઇ છે. તેણે કહ્યું હતું કે મે પાર્ટી અધ્યક્ષાને જણાવ્યું છે કે અમારી સરકાર મધ્યપ્રદેશમાં ચૂંટણી ઢંઢેરાના વચનના પાલન માટે કેટલી સક્ષમ છે. તેમણે જણાવ્યું હતુ્ં કે આ દરમિયાન પંચાયતી ચૂંટણી અને નગરપાલિકા ચૂંટણીની તૈયારીઓ અને સંગઠનના મુદ્દા પર વાતચીત છઇ. આ દરમિયાન સિંધિયાના નિવેદન અંગે પ્રતિક્રિયા માગવામા આવી તો કમલનાથે કહ્યું હતું કે ચૂંટણી ઢંઢેરો પાંચ વર્ષ માટે હોય છે પાંચ મહિના માટે નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments