સંઘર્ષ : જીવનરક્ષા માટે પેશન્ટ જ્યાં દાખલ થાય છે એ ICU પોતે જ કેમ જીવલેણ બની રહ્યાં છે?

0
2

જ્યાં સાજાં થવા માટે જવાનું હોય છે એ હોસ્પિટલો પોતે જ મૃત્યુનું કારણ બને એવી દારુણ સ્થિતિ કોરોના મહામારીએ સર્જી દીધી છે. ઓક્સિજન લીક થવાથી 22 દર્દીઓ મોતને ભેટવાની ઘટના હજુ તાજી છે ત્યાં મુંબઈના પરા વિરારમાં આઈસીયુમાં આગ લાગવાથી સાજાં થવાની આશાએ ત્યાં દાખલ થયેલા 13 દર્દીઓ ભડથું થઈ ગયા. આવી ઘટનાઓ પૂર્વે અમદાવાદમાં પણ બની છે અને હજુ પણ નહિ જ બને એવી ખાતરી કોઈ આપી શકતું નથી. વારંવાર આવું થવાનું મુખ્ય કારણ મહામારીને લીધે પેશન્ટની સંખ્યાનું ભારણ ઉપરાંત કારમી તેમજ કાયમી બેદરકારી, ભ્રષ્ટાચાર પણ જવાબદાર છે જ.

ICU એટલે શું? ક્યારે તેની જરૂર પડે?
આરોગ્ય સેવાઓ અંગે ભારત જેવા દેશમાં હજુ પણ એટલી જાગૃતિ પ્રવર્તતી નથી એટલે મોટાભાગના કાયદાઓ ફક્ત કાગળ પર જ રહે છે. ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU)નો અર્થ નામ મુજબ એવો થાય છે કે ત્યાં શીઘ્ર અને તાકિદની સારવારની જરૂર હોય એવા પેશન્ટને જ રાખી શકાય. કેવી તકલીફો ધરાવતા પેશન્ટને ICUમાં એડમિટ કરવા જોઈએ તેની પણ ગાઈડલાઈન આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. ICUમાં દાખલ પેશન્ટની માંદગી વિવિધ હોઈ શકે, પરંતુ હોસ્પિટલનો આ એક એવો વિભાગ છે જ્યાં સતત પેશન્ટને તબીબી ઓબ્ઝર્વેશન અને સપોર્ટ સિસ્ટમની જરૂર હોય.

 • શ્વાસ લેવામાં મુશ્કેલી (જે કોરોના મહામારીમાં સૌથી વધુ જોવા મળે છે)
 • મોટી સર્જરી, જેમાં ઓપરેશન પછીની રિકવરીનો સમય નાજુક ગણાય છે.
 • ટ્રોમા (અકસ્માત કે આઘાતજનક ઘટનામાં થયેલ ઈજા)
 • હાર્ટ એટેક, બ્રેઈન સ્ટ્રોક
 • અંગ પ્રત્યારોપણ
 • અતિશય ઈન્ફેક્શન (જે કોઈપણ કારણથી હોઈ શકે)

ICU કેવું હોવું જોઈએ?

 • ઈન્ટેન્સિવ કેર યુનિટની બનાવટ, ઉપકરણોની ગોઠવણી, જાળવણી વ. માટે પણ ચોક્કસ દિશાનિર્દેશ નક્કી થયેલા છે.
 • મધ્યમ કદના નર્સિંગ હોમ માટે લેવલ-1 ICU મિનિમમ 800-1000 ચો. ફુટની જગ્યામાં હોઈ શકે, જેમાં 6થી 8 બેડ સમાવી શકાય.
 • જનરલ હોસ્પિટલ કે સ્પેશ્યાલિટી હોસ્પિટલ માટે લેવલ-2 ICU હોય છે, જ્યાં 1000 ચો. ફૂટથી વધુ જગ્યા અને 8થી 15 બેડ સમાઈ શકે છે.
 • ICUમાં દાખલ થવાના, બહાર નીકળવાના દરેક રસ્તા પહોળા અને ખુલ્લા હોવા જોઈએ.
 • ફાયર સેફ્ટી ઉપકરણો સ્પષ્ટ દેખાય તેવી જગ્યાએ અને પર્યાપ્ત માત્રામાં હોવા જોઈએ.
 • કોર્પોરેશન કે રાજ્ય સરકારના આરોગ્ય મંત્રાલયની ટીમ દ્વારા દર છ મહિને આઈસીયનું ઈન્સ્પેક્શન થવું જોઈએ.
 • ઈન્સ્પેક્શન પછી રિન્યુ થયેલ સર્ટિફિકેટ ICUની બહાર સૌને દેખાય એમ લગાડવું જોઈએ. પેશન્ટ કે તેનાં સગાં પણ આ સર્ટિફિકેટ ચેક કરી શકે છે.
જે રીતે ICUની ચોક્કસ માર્ગદર્શિકા છે એ જ રીતે ICUમાં કાર્યરત સ્ટાફ માટે પણ નિયમિત તાલીમ ફરજિયાત હોય છે.
જે રીતે ICUની ચોક્કસ માર્ગદર્શિકા છે એ જ રીતે ICUમાં કાર્યરત સ્ટાફ માટે પણ નિયમિત તાલીમ ફરજિયાત હોય છે.

ICUમાં કેવા ઉપકરણો હોય છે?
મેડિકલ ટેક્નોલોજીના વિકાસ સાથે આઈસીયુમાં દાખલ પેશન્ટની સારવાર માટેના ઉપકરણો પણ હવે અત્યાધુનિક બની ચૂક્યા છે. આમ છતાં ગાઈડલાઈન પ્રમાણે કેટલાંક ઉપકરણો ફરજિયાત મનાય છે.

 • વેન્ટિલેટર
 • હાર્ટ મોનિટર
 • ફિડિંગ ટ્યુબ્સ
 • ડ્રેન્સ અને કેથેટર
 • ECG, બેઝિક બ્લડ ટેસ્ટ લેબ
 • ફાયર સેફ્ટી, ઈમરજન્સી એલાર્મ સિસ્ટમ
 • લેવલ-2માં સીટીસ્કેન, MRI સહિતના વધુ ઉપકરણો પણ હોઈ શકે છે
ICUમાં રાખવામાં આવતાં તમામ ઉપકરણો અદ્યતન અને કાર્યરત સ્થિતિમાં હોવા જરૂરી છે. ઈલેક્ટ્રિક સપ્લાય પણ અવિરત રહેવો અનિવાર્ય છે.
ICUમાં રાખવામાં આવતાં તમામ ઉપકરણો અદ્યતન અને કાર્યરત સ્થિતિમાં હોવા જરૂરી છે. ઈલેક્ટ્રિક સપ્લાય પણ અવિરત રહેવો અનિવાર્ય છે.

તાલીમ અને સાવધાની મહત્વપૂર્ણ
આઈસીયુમાં કામ કરનાર સ્ટાફમાં ઈન્ટેન્સિવ કેર કો-ઓર્ડિનેટરની ભૂમિકા સૌથી વધુ અગત્યની હોય છે. તે પેશન્ટની આવશ્યકતા મુજબની સારવાર, દેખરેખનું શેડ્યુઅલ બનાવે છે અને મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ સાથે સંકલન રાખે છે. ડોક્ટર, નર્સ, વોર્ડ સ્ટાફ સહિતના દરેકને ઈન્ટેન્સિવ કેર અંગેની ખાસ તાલીમ આપવામાં આવે છે. યુરોપના કેટલાંક દેશોમાં ICUમાં મોબાઈલ ફોન લઈ જવા અંગે ડોક્ટર કે પેરામેડિકલ સ્ટાફ માટે પણ મનાઈ હોય છે. કેટલીક હોસ્પિટલ ICUમાં ઉપયોગમાં લેવા માટેના મોબાઈલ ફોન અલગ રખાવે છે. ભારતમાં આ અંગે કોઈ કાયદો નથી. દરેક હોસ્પિટલ પોતપોતાની રીતે નિયમો બનાવતી હોય છે.

ICUમાં પ્રવેશવાના, બહાર નીકળવાના રસ્તા પહોળા, અડચણરહિત હોવા જોઈએ. નિયમિત ઈન્સ્પેક્શન થાય અને રિન્યુઅલ સર્ટિફિકેટ પણ મેળવવું ફરજિયાત હોય છે.
ICUમાં પ્રવેશવાના, બહાર નીકળવાના રસ્તા પહોળા, અડચણરહિત હોવા જોઈએ. નિયમિત ઈન્સ્પેક્શન થાય અને રિન્યુઅલ સર્ટિફિકેટ પણ મેળવવું ફરજિયાત હોય છે.

ICUમાં વારંવાર અકસ્માતો કેમ થાય છે?
કેટલાંક અનુમાનો મુજબ, હાલ કોરોના મહામારીના સમયમાં ICUમાં થતાં અકસ્માતો કે આગ લાગવાની ઘટનામાં વધારો થયો છે. તેનું મુખ્ય કારણ વેન્ટિલેટર સહિતના ઉપકરણોનો હેવી ઈલેક્ટ્રિક લોડ છે. મોટાભાગના ICUની વીજલાઈન આટલા હેવી લોડ માટે બનેલી હોતી નથી. વાયરિંગ નબળું હોય છે. જ્યારે કોરોનાના પેશન્ટ સતત વધી રહ્યા હોવાથી અને વેન્ટિલેટર સતત ચાલુ રાખવા પડતાં હોવાથી નબળા વાયરિંગમાં સ્પાર્ક થવાની સંભાવના વધી જાય છે.
આગ લાગે તો પણ જો આઈસીયુ માટેના નીતિનિયમોનું ચોક્સાઈથી પાલન થયું હોય તો પેશન્ટને સલામત બહાર લાવવાનું મુશ્કેલ નથી હોતું. પરંતુ નીતિનિયમો અને ઈન્સ્પેક્શનમાં
કોરોના સંક્રમિતોની સારવાર માટે ICMR AIIMS કોવિડ ટાસ્ક ફોર્સ અને મોનિટરિંગ સેલ દ્વારા સંયુક્તપણે હોસ્પિટલોને નવી ગાઈડલાઈન આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here