ગાંધી પરિવારની SPG સુરક્ષા હટાવવાના મુદ્દે સંસદમાં સંગ્રામ, ભાજપ-કોંગ્રેસ સામ-સામે

0
16

નવી દિલ્હી

સુરક્ષા વ્યવસ્થામાં તાજેકરમાં કરવામાં આવેલા ફેરફાર બાદ ગાંધી પરિવારને 10 વર્ષ જૂની તાતા સફારી અને પોલીસ સુરક્ષા આપવામાં આવી છે. મંગળવારના રોજ સંસદમાં કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને વડાપ્રધાન મોદી પાસેથી સુરક્ષા વ્યવસ્થામાં કરેલા ફેરફાર પર જવાબ માંગ્યો હતો. નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં જ ગાંધી પરિવાર પાસેથી સ્પેશિયલ પ્રોટેકશન ગ્રુપની સુરક્ષા છીનવી લેવામાં આવી હતી. ત્યારબાદ તેમને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી.

ઝેડ-પ્લસ સિક્યોરિટી અંતર્ગત 100 સુરક્ષાકર્મીઓ સુરક્ષાની જવાબદારી સંભાળી રહ્યા છે. 1991માં શ્રીલંકન આતંકવાદી સમૂહે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરી દીધી હતી. ત્યારબાદથી ગાંધી પરિવારને સઘન સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવી રહી છે. પરંતુ વર્તમાન સરકારના સૂત્રોના મત મુજબ હવે ગાંધી પરિવારના સભ્યોના જીવ જોખમમાં નથી અને તેથી જ તેમની સુરક્ષામાં પહેલા કરતા ઘટાડો કરવામાં આવ્યો છે.

સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે કોંગ્રેસી સાંસદોએ આ મામલાને લોકસભામાં ઉઠાવતા ગૃહ મંત્રી અમિત શાહ પાસેથી આ મુદ્દે જવાબ માંગ્યો હતો. લોકસભામાં અધીર રંજને કહ્યું કે જે લોકોને આ સુરક્ષા મળી હતી તેવા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કોઈ સામાન્ય વ્યક્તિઓ નથી. અટલ બિહારી વાજપેયીની સરકારમાં પણ ગાંધી પરિવારને એસપીજીની સુરક્ષા આપવામાં આવતી હતી. 1991થી 2019 સુધી બે વખત એનડીએ સરકાર સત્તામાં આવી હતી પરંતુ ક્યારેય તેમની પાસેથી એસપીજી સુરક્ષા છીનવી લેવામાં નહતી આવી.

શિયાળુ સત્રના ત્રીજા દિવસે બુધવારે રાજ્યસભામાં આ જ મુદ્દાને આનંદ શર્માએ પણ ઉઠાવ્યો હતો. આનંદ શર્માએ કહ્યું કે અમે સરકારને અપીલ કરીએ છે કે અમારા નેતાઓની સુરક્ષાને રાજકારણથી અલગ રાખવામાં આવે. જેનો જવાબ આપતા ભાજપા નેતા જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું કે ગાંધી પરિવાર એસપીજીની સુરક્ષાનો ઉપયોગ દેખાડો કરવા માટે કરી રહ્યું છે. તેમને દેશની સુરક્ષાની કોઈ જ ચિંતા-ફિકર નથી. જો એમને પોતાની સુરક્ષાની એટલી જ ચિંતા હોય તો તેઓ જ્યારે વિદેશ પ્રવાસ પર જાય છે ત્યારે કેમ એસપીજી સુરક્ષાનો ઉપયોગ નથી કરતા. વધુમાં તેમણે કહ્યું કે તેમને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે તે જ એમના માટે ઘણી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here