Tuesday, September 21, 2021
Homeમુંઝવણ : પ્રિયા મલિકે વર્લ્ડ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો, ઈન્ડિયન...
Array

મુંઝવણ : પ્રિયા મલિકે વર્લ્ડ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો, ઈન્ડિયન ફેન્સને ગેરસમજ થઈ

ભારતની પ્રિયા મલિકે હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશિપમાં 73 કિલો વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય યુવતીઓએ આ ઇવેન્ટમાં 3 ગોલ્ડ સહિત કુલ 5 મેડલ જીત્યા છે. પ્રિયાની જીત પછી એના કેટલાક ઈન્ડિયન ફેન્સને એવી ગેરસમજ થઈ કે પ્રિયાએ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. લોકોએ ટ્વીટર પર પોસ્ટ કરીને ઈન્ડિયાનો પહેલા ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવાની ગેરસમજને લઇને પ્રિયાને શુભેચ્છા પણ પાઠવી હતી.

વર્લ્ડ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રિયાએ બેલારૂસની રેસલરને 5-0થી હરાવી હતી. પ્રિયા સિવાય વધુ 2 ઈન્ડિયન રેસલરે ગોલ્ડ અને 2 રેસલરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તન્નુએ 43 કિલોમાં અને કોમલે 46 કિલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, વળી બીજી બાજુ વર્ષાએ 65 કિલો વેઇટમાં અને અંતિમે 53 કિલો વેઇટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ચેમ્પિયનશિપમાં ઈન્ડિયા વુમન્સ કેટેગરીમાં ઓવરઑલ બીજા નંબર પર રહી હતી, જ્યારે અમેરિકી ટીમ પહેલા અને રશિયન ટીમ ત્રીજા ક્રમાંક પર રહી.

કેડેટ વર્ગ એટલે શું?
કેડેટમાં 15થી 17 વર્ષની ઉંમરના ખેલાડી જ ભાગ લઈ શકે છે. રેસલિંગમાં વર્લ્ડ કેડેટ ચેમ્પિયનશિપમાં 10-10 વેઇટ કેટેગરી સામેલ છે.

ફેન્સને ગેરસમજ થઈ

ફેન્સને ગેરસમજ થઈ

ટોક્યોમાં મીરાબાઈ ચાનૂએ ઈન્ડિયા માટે પહેલો મેડલ જીત્યો
ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં શનિવારે વેઇટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનૂએ દેશ માટે પહેલો મેડલ જીત્યો હતો. એણે 21 વર્ષ પછી ઓલિમ્પિકમાં વેઇટલિફ્ટિંગ કેટેગરીની અંદર મેડલ જીત્યો છે. આની પહેલા 2000 સિડની ઓલિમ્પિકમાં કર્ણમ મલ્લેશ્વરીએ દેશ માટે વેઇટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

રેસલિંગ ઈવેન્ટ 1 ઓગસ્ટથી શરૂ
ટોક્યોમાં રેસલિંગ ઇવેન્ટ 1 ઓગસ્ટથી શરૂ થશે. ઈન્ડિયાનાં 7 રેસલર આ ઇવેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. જેમાં મહિલાઓમાં વિનેશ ફોગટ અને પુરુષોમાં બજકંગ પૂનિયા મેડલ જીતવાનાં પ્રબળ દાવેદાર છે. વિનેશ સિવાય સીમા બિસ્લા, સોનમ મલિક અને અંશુ મલિક આ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છે. જ્યારે પુરુષોની કેટેગરીમાં બજરંગ પૂનિયા સિવાય દીપક પૂનિયા અને રવિ કુમાર ભાગ લેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments