સુરત : પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે વરસતા વરસાદમાં કોંગી કાર્યકરોએ ઘોડા ગાડી અને સાયકલ ફેરવીને વિરોધ કર્યો

0
4

સુરત. શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે વરસતા વરસાદમાં કોંગ્રેસના કાર્યકરોએ ગળામાં બેનરો પહેરી ઘોડા ગાડી અને સાયકલ ફેરવીને વિરોધ નોંધાવ્યો હતો. અઠવાલઈન્સ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિરોધ પક્ષના નેતા સહિત કોંગ્રેસીઓની અટકાયત કરી છે.

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંધન

કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનમાં ઘણા કોંગ્રેસીઓએ માસ્ક પણ પહેર્યા ન હતા. જ્યારે કોંગ્રેસીઓ મોટી સંખ્યામાં એકઠાં થતા સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંધન કરવામાં આવ્યું હતું. આ સાથે જ કોંગ્રેસના કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું ભાન પણ ભૂલ્યા હતાં. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ માસ્ક પહેર્યા ન હતા અને સાવ ટોળામાં ઉભા રહીને વિરોધ કર્યો હતો.

ભાવ વધારાથી મુશ્કેલીમાં વધારો

વિરોધ પક્ષના નેતા પપ્પન તોગડિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના વધારાથી લોકો અસહ્ય પીડા અને યાતના સહન કરી રહ્યા છે. કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે ત્યારે આ ભાવ વધારો મુશ્કેલીમાં વધારો કરે છે. કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવશે. આ સાથે રાષ્ટ્રપતિને પણ આવેદન પત્ર આપવામાં આવશે.