Thursday, August 5, 2021
No menu items!
Homeસુરેન્દ્રનગર-મોરબી પંથકમાં કોંગોનો હાહાકાર, હળવદના 11 મજૂરોને શંકાસ્પદ કોંગો ફિવર, બ્લડ સેમ્પલ...
Array

સુરેન્દ્રનગર-મોરબી પંથકમાં કોંગોનો હાહાકાર, હળવદના 11 મજૂરોને શંકાસ્પદ કોંગો ફિવર, બ્લડ સેમ્પલ પૂના મોકલાયા

હળવદઃ રાજ્યમાં કોંગો ફિવર દિવસેને દિવસે વકરી રહ્યો છે, ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગોએ હાહાકાર મચાવ્યો છે. ગઈકાલે હળવદ-માળિયા ચોકડી નજીક પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરતા 65 જેટલા મજૂરો બીમાર પડતા તમામને લેબોરેટરી ચેકઅપ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 11 મજૂરોને શંકાસ્પદ કોંગો જણાતા તેમના બ્લડ સેમ્પલ પૂનાની વાઈરોલોજી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે બે મજૂરોના કાઉન્ટ ઘટવા લાગતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને બાકીના 52 મજૂરોને રજા આપી દેવામાં આવી છે. આ સિવાય બે દિવસ પહેલા ત્રણ મજૂરોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી બે મજૂરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

ગાંધીનગરથી એપિડેમિકના ડેપ્યુટી ડાયરેક્ટર દોડી આવ્યા

જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.એલ. વારેવીયા. એપેડેમિક શાખા(ગાંધીનગર)ના નાયબ નિયામક ડો. દિનકર રાવલ હળવદ દોડી ગયા હતા. જેમાં આરોગ્ય વિભાગના ડોકટર સહીત આરોગ્ય વિભાગના સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ દરમિયાન હળવદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો.કૌશાલભાઈ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી સાથે ગુજરાત સરકાર દ્વારા તમામ સગર્ભા બહેનોને તેમજ મેલેરિયા વધુ જોવા મળતા ગામોમાં દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

અત્યાર સુધીમાં ત્રણના મોત અને એકની સારવાર ચાલુ
રાજ્યમાં હાલ કોંગો ફિવર માથું ઉંચકી રહ્યો છે. લીંબડી તાલુકાના જામડી ગામના સુખીબેન મેણીયા, લીલાબેન સિંધવ અને ભાવનગરના કમળેજ ગામના અમુબહેનના કોંગો ફિવરથી મોત થઈ ચૂક્યા છે. જ્યારે જામડીમાં કોંગો ફિવરને કારણે મૃત્યુ પામેલા લીલાબેન સિંધવના સાસુ કુમરબેન સિંધવ(ઉ.વ 95)નો કોંગોનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ તેમની અમદાવાદ સિવિલમાં સારવાર ચાલી રહી છે.

ઈતરડી કોંગો ફિવરના ફેલાવાનું મુખ્ય કારણ, ડેન્ગ્યુ જેવા લક્ષણો
કોંગો ફિવરના લક્ષણો શરૂઆતમાં ડેન્ગ્યુ જેવા જ હોય છે. આ કારણે મોટાભાગના લોકો તેને ડેન્ગ્યુ માની લે છે. પરંતુ પાછળથી બ્લડ ટેસ્ટ દ્વારા કોંગો ફિવરની પુષ્ટિ થાય છે. ઈતરડી નામની જીવાત કે જે મુખ્યત્વે ગૌશાળા, પશુઓની ગમાણ કે પશુપાલન થતું હોય તેવી જગ્યાએ જોવા મળે છે તે આ રોગની મુખ્ય વાહક છે. કોંગો ફિવર મુખ્યત્વે પશુઓમાં થતો રોગ છે. આવા રોગવાળા પશુને કરડીને ઈતરડી ત્યાં કામ કરતા માણસને કરડે તો તેના લોહીના વહન દ્વારા કોંગો ફિવરનો વાઈરસ માણસના શરીરમાં પ્રવેશે છે.

આવું થયા કરે તો તે કોંગો ફિવર રોગના લક્ષણો હોય શકે
– માથું દુઃખવું
– સતત તાવ આવવો
– પીઠમાં દુઃખાવો
– સાંધા-પેઢુમાં દુઃખાવો
– ઊલટીઓ થવી
– આંખ ફરતે ચકામા પડવા
– ચહેરા પર કરચલીઓ પડવી
– ગળું છોલાઈ જવું, લાલ ચકામા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments