ભારતીય સ્કીપર રવિન્દ્ર જાડેજાએ અત્યંત સુંદર રમતનું પ્રદર્શન કર્યું હતું. રવિન્દ્ર જાડેજાએ 59 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને 77 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાના આ પરફોર્મન્સને જામસાહેબે કાબિલે દાદ જણાવ્યું હતું.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ગઈકાલે રમાયેલી વર્લ્ડ કપની સેમિફાઈનલ મેચમાં રવિન્દ્ર જાડેજાએ સુંદર રમત રમીને આખી મેચનું પાસું પલટી નાખ્યું હતું. જામનગરના જામસાહેબ જાડેજાની રમત પર આફરીન પોકારી ગયા છે અને તેમણે જાડેજાની રમતની પ્રશંસા કરતો એક પત્ર પણ લખ્યો છે.
જામનગરના રાજવી જામસાહેબે રવિન્દ્ર જાડેજાને સંબોધીને આજે એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે જાડેજાની પ્રશંસા કરતા લખ્યું કે, “ભારત જીતી શક્યું નહીં એ ઘણી જ દુઃખની વાત છે. રમતના દરેક ક્ષેત્રમાં તમારા પરફોર્મન્સ પર મને ખુબ જ ગર્વ છે. વેલ ડન.”
ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ગઈકાલે રમાયેલી સેમિફાઈનલ મેચમાં ભારતનો પરાજય થયો હતો. જોકે, પ્રારંભિક વિકેટો પડી ગયા પછી રમતમાં આવેલા વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની અને રવિન્દ્ર જાડેજાએ આખી બાજી સંભાળી લીધી હતી. બંનેએ 7 વિકેટની ભાગીદારીમાં 116 રન ફટકાર્યા હતા અને ન્યૂઝીલેન્ડના હાથમાંથી બાજી જતી રહે તેવી સ્થિતિ લાવીને ઊભી કરી દીધી હતી.
ભારતીય સ્કીપર રવિન્દ્ર જાડેજાએ અત્યંત સુંદર રમતનું પ્રદર્શન કર્યું હતું. રવિન્દ્ર જાડેજાએ 59 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને 77 રન બનાવ્યા હતા. જાડેજાની રમતના કારણે એક સમય એવો આવ્યો હતો કે ન્યૂઝીલેન્ડની ટીમના પણ શ્વાસ અધ્ધર થઈ ગયા હતા અને રમત તેમના હાથમાંથી સરકી રહી હોવાનું ટીમ અનુભવી રહી હતી. આ કારણે જ, રવિન્દ્ર જાડેજાના આ પરફોર્મન્સને જામસાહેબે કાબિલે દાદ જણાવ્યું હતું.
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર