Tuesday, February 11, 2025
Homeકોંગ્રેસ અને NC કાશ્મીરના વિશેષ દરજ્જાનો ઉપયોગ તેમની અનુકૂળતા પ્રમાણે કરે છે:...
Array

કોંગ્રેસ અને NC કાશ્મીરના વિશેષ દરજ્જાનો ઉપયોગ તેમની અનુકૂળતા પ્રમાણે કરે છે: જિતેન્દ્ર સિંહ

- Advertisement -

નવી દિલ્હી: વડાપ્રધાન કાર્યાલયમાં મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, નેશનલ કોન્ફરન્સ (એનસી) અને કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરને મળેલા વિશેષ દરજ્જાનો ઉપયોગ તેમની અનુકૂળતા પ્રમાણે કરે છે. વિશેષ દરજ્જો નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની દેણ છે. આ બંને પાર્ટીઓને જ્યારે ઠીક લાગે ત્યારે તેઓ તેનો ઉપયોગ કરે છે, જ્યારે ઠીક નથી લાગતું ત્યારે તેનો ઉપયોગ નથી કરતાં.

તેમણે જણાવ્યું કે, ઈમરજન્સી વખતે સમગ્ર દેશની વિધાનસભાને કાર્યકાળના છ વર્ષ આપવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરના તે સમયના મુખ્યમંત્રી શેખ અબ્દુલાએ વિશેષ દરજ્જાની વાતને આંખ આડા કાન કરીને ખુશીથી આ વાત સ્વીકારી લીધી હતી. પરંતુ જ્યારે 3 વર્ષ પછી મોરારજી દેસાઈએ આ નિયમ હટાવવાની વાત કરી તો અબ્દુલાએ એવું કહીને ના પાડી દીધી કે, અમારી પાસે વિશેષ દરજ્જો છે. તેનું પરિણામ એ આવ્યું કે, આજે હવે 40 વર્ષ પછી માત્ર જમ્મુ-કાશ્મીર વિધાનસભા 6 વર્ષ ચાલે છે.

રાજ્યોનો ઈતિહાસ જ અલગ હોય છે- સિંહ
સિંહના જણાવ્યા પ્રમાણે પંડિત જવાહરલાલ નહેરુએ સરદાર વલ્લભભાઈ પટેલને કેબિનેટમાં બે નંબરની જગ્યા આપી હતી. તેઓ ગૃહમંત્રી હતા. આ સંજોગોમાં જમ્મુ-કાશ્મીર મુદ્દો તેમને જ જોવાનો હતો. એ જ રીતે જે રીતે તેઓ બાકીના રાજ્યોને સંભાળી રહ્યા હતા. હૈદરાબાદની સ્થિતિ પણ સંકટમાં હતી. જો નહેરુની જગ્યાએ પંડિતજી હોત તો માત્ર કાશ્મીરની નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોનો ઈતિહાસ કઈક અલગ જ હોત. માત્ર પંડિતજી જ વિચારતા હતા કે તેઓ કાશ્મીરને અન્ય લોકો કરતાં વધારે સારી રીતે જાણે છે તેથી તેમણે આવું પગલું લીધું હશે. પરંતુ આજ સુધી આપણે આ ઝઘડામાં ફસાયેલા છીએ.

વર્ષના અંતમાં થશે વિધાનસભા ચૂંટણી

સિંહનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે લોકસભામાં જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન આગળ વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહે એવું પણ સ્પષ્ટ કહ્યું છે કે, સરકાર આ વર્ષના અંત સુધીમાં અહીં વિધાનસભા ચૂંટણી કરાવશે.

જમ્મુ-કાશ્મીર અનામત સુધારણા બિલ રજૂ
સોમવારે લોકસભામાં શાહ તરફથી કેન્દ્રીય રાજ્ય ગૃહમંત્રી જી કિશન રેડ્ડીએ જમ્મુ-કાશ્મીર અનામત સુધારણા બિલ 2019માં રજૂ કર્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા બિલ અંતર્ગત ‘જમ્મુ-કાશ્મીર અનામત અધિનિયમ 2004’માં સુધારો કરવામાં આવશે. બિલ પાસ થતા આંતરરાષ્ટ્રીય સીમા પાસે રહેતા લોકોને પણ અનામતનો લાભ મળશે.

અનામત નિયમમાં સુધારણા પ્રમાણે કોઈ પણ વ્યક્તિ જે પછાત વિસ્તાર, એલઓસી અને આંતરરાષ્ટ્રીય સીમા પાસેથી સુરક્ષાના કારણોસર ચાલ્યા ગયા હોય તેમને પણ અનામતનો લાભ મળી શકશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular