Wednesday, September 28, 2022
Homeદહેગામ : હરખજી મુવાડાના તાલુકા સીટના કોંગ્રેસના ઉમેદવાર રમેશસિંહ ચૌહાણને પ્રચારમાં નીકળતા...
Array

દહેગામ : હરખજી મુવાડાના તાલુકા સીટના કોંગ્રેસના ઉમેદવાર રમેશસિંહ ચૌહાણને પ્રચારમાં નીકળતા જબરજસ્ત આવકાર મળવા પામ્યો.

- Advertisement -

દહેગામ તાલુકાના હરખજી મુવાડાના તાલુકા સીટના કોંગ્રેસના ઉમેદવાર રમેશ સિંહ ચૌહાણ ગામના સરપંચ સાથે પ્રચારમાં નીકળતા જબરજસ્ત આવકાર મળવા પામ્યો છે. તેમના મત વિસ્તારમાંથી તમામ સમાજના ભાઈઓ-બહેનો માતાઓ અને વડીલો દ્વારા તેમનું ભવ્ય સન્માન પણ થઈ રહ્યું છે. અને તેમના વિસ્તારમાં જ્યારે પ્રચારમાં જાય છે ત્યારે ખાટલા બેઠક અને પ્રચારમાં તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો જોઈને લોકોમાં પણ આવા ઉમેદવારની લોક ચાહના વધી જવા પામી છે.

હરખજીના મુવાડા તાલુકા સીટના ગ્રામ્ય વિસ્તારોમાં આજ ગામના સરપંચ રોહિત સિંહ ચૌહાણ અને આ ગામના આગેવાનો ગ્રામજનો તથા તેમના મત વિસ્તારમાં મુખ્ય મુખ્ય આગેવાનો તેમની સાથે હોવાથી આજે તેમની સારી અને પ્રશંસનીય સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાથી ઠેરઠેર એમને સારો આવકાર મળી રહ્યો છે. ગ્રામજનોના મતે જાણવા મળ્યું છે કે આ ઉમેદવાર ખૂબ જ સારા હોવાથી તેમની જીત નિશ્ચિત દેખાઈ રહી છે અને બહુ જંગી બહુમતીથી જીતી જશે એવું મતદારોમાં ચર્ચાઈ રહ્યું છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, હરસોલી, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular