સુરત : કોંગ્રેસના કોર્પોરેટર સતિષ પટેલે ગેરકાયદે બાંધકામ પેટે 15 હજારની લાંચ માંગી, સાગરીત ઝડપાયો

0
5

સુરત. ગત વિધાનસભા ચૂંટણીમાં ઉધના વિધાનસભા બેઠકના કોંગ્રેસનાં ઉમેદવાર સતિષભાઇ ચંપકભાઇ પટેલ અને હાલમાં કોંગ્રેસના કોર્પોરેટરનો માણસ અને કોર્પોરેટર પર ACB એ લાંચનો ગુનો નોંધ્યો છે. લાંચ લેવાના આરોપસર સતિષ પટેલના સાગરીત તરીકે લાંચ સ્વિકારવા આવેલ અભીરાજ ઉર્ફે અભી દેવરજન એજવા નામના વ્યક્તિને ACBએ કાસારામ સોસાયટીના ગેટની સામે, ભેસ્તાન-જીઆવ રોડ, જાહેર રોડ ઉપરથી પકડી પાડેલ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

15 હજારની લાંચ નક્કી થઈ હતી
આ ઘટ્નાની વિગતે વાત કરીએ તો, ફરીયાદીના મિત્રના મકાનનું બાંધકામ ચાલતુ હતું. જે બાંધકામ ગેરકાયદેસર હોવાનું જણાવી બાંધકામ કરવુ હોય તો વ્યવહાર કરવો પડશે અને વ્યવહાર નહી કરો તો સુરત મહાનગર પાલિકા દ્વારા ડિમોલેશન કરાવી દઇશુ તેવું આરોપી નં. (1) સતીશ પટેલ અને (2) અભીરાજ ઉર્ફે અભી દેવરજનએ જણાવી પહેલા રૂપિયા 20,000ની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ રકઝકના અંતે રૂપિયા 15,000 આપવા જણાવ્યું હતું.

કોર્પોરેટર મળ્યા નહીં
લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ સુરત શહેર ACB પો.સ્ટે. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. છટકા દરમિયાન અભીરાજ ઉર્ફે અભી દેવરજનએ ફરીયાદી સાથે રૂબરૂ વાતચીત કરી લાંચની રકમની માંગણી કરી સ્વિકારી એકબીજાની મદદગારી કરી લાંચ લીધી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી સતિષ પટેલ ટ્રેપની કાર્યવાહી દરમ્યાન મળી આવેલ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here