‘છપાક’ ફિલ્મ ગુજરાતમાં ટેક્ત ફ્રી કરવાની કૉંગ્રેસની માંગ, સ્પેશિયલ શોનું પણ આયોજન કરશે

0
13

ગાંધીનગર : ‘છપાક’ ફિલ્મને લઇને રાજનીતિ શરૂ થઇ છે. કોંગ્રેસ શાસિત રાજ્યમાં છપાક ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવી છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરી છે.

કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ આ અંગે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જણાવ્યું છે કે, એસિડ એટેક જેવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટેની આ ફિલ્મ છે. આ ફિલ્મ રાજ્ય અને કેન્દ્ર સરકારે ટેક્સ ફ્રી કરવી જોઇએ. ઉદ્યોગપતિઓનાં દેવા માફ કરવામાં આવે છે, તેઓને મોટી મોટી રાહત અપાય છે. પરંતુ સમાજનાં સંવેદનશીલ મુદ્દાઓ પર ભાજપ ધ્યાન આપતી નથી. ગુજરાતનતી સંવેદનશીલ સરકારે ગુજરાતમાં આ ફિલ્મ ટેક્સ ફી કરવી જોઇએ. ગુજરાત કોંગ્રેસ આ ફિલ્મ માટે એક સ્પેશિયલ પ્રિમિયર શો ગોઠવશે.

અભિનેત્રી દીપિકા પાદુકોણે જેએનયુ કૅમ્પસ પર થયેલા હુમલાના વિરોધમાં વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી, તેને લઈને વિવાદ થઈ રહ્યો છે. ત્યારપછી સોશિયલ મીડિયા પર દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’ નો બહિષ્કાર કરવાની માગ ઉઠી, તો વળી અનેક લોકોએ દીપિકાનું સમર્થન પણ કર્યું છે. #boycottchhapaak ટ્રેન્ડ થવાની સાથે જ ‘છપાક’ ફિલ્મની વાર્તામાં આરોપી મુસ્લિમ પાત્રનું નામ છુપાવવાનો પણ આરોપ મુકવામાં આવ્યો હતો.

રિયલ લાઈફની એસિડ અટેક સર્વાઈવર લક્ષ્‍મીનું નામ બદલીને ‘છપાક’ ફિલ્મમાં માલતી કરાયું છે, એ જ રીતે એસિડ અટેકરનું નામ નદીમ ખાનથી બદલીને ‘બબ્બૂ’ ઉર્ફ બશીર ખાન કરવામાં આવ્યું છે. ફિલ્મનાં ટ્રેલરમાં ‘રાજેશ’ નામનું પાત્ર દેખાય છે, જેની ઓળખ માલતીના બોયફ્રેન્ડ તરીકે અપાય છે. પરંતુ તે એસિડ અટેકર નથી. તેણે એસિડ અટેક પહેલાંના સમયમાં માલતીના બોયફ્રેન્ડનું પાત્ર ભજવ્યું હતું. અનેક લોકોએ દીપિકા પાદુકોણ અને ફિલ્મ બનાવનારા પર વાસ્તવિક ઘટનાના આરોપી નદીમ ખાનનું નામ ફિલ્મમાં રાજેશ કરી નાખવાનો આરોપ મૂક્યો છે. જોતજોતામાં #NadeemKhan અને #Rajesh પણ ટ્રૅન્ડ થયા. ત્યારબાદ અનેક દિગ્ગજોએ ‘છપાક’ નિર્માતાઓ પર સવાલો ઉઠાવ્યા છે. હાલ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ જઇ રહી છે. લોકો આ ફિલ્મને પસંદ પણ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here