ફી અને કૃષિ બિલના વિરોધમાં કોંગ્રસનું પ્રદર્શન : પોલીસ સાથે ઘર્ષણ, પરેશ ધાનાણીનો શર્ટ ફાડી નાખ્યો

0
15

રાજ્યમાં આજે કોંગ્રેસ દ્વારા ખેડૂત બિલ, શાળાની ફી સહિત અલગ અલગ મુદ્દાઓ પર રાજ્યવ્યાપી દેખાવો કરવામાં આવી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ અલગ અલગ જિલ્લા સેન્ટરો પરથી વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. અને તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારે રજુ કરેલ ખેડૂતલક્ષી બીલો પરત ખેંચવાની માંગ કરી રહ્યા છે.

તો આ તરફ અમેલીમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી સાથે ઘર્ષણ સર્જાયું હતું. ધરણા પર બેસે કે પહેલા પોલીસ દ્વારા તેમણી અટકાયત કરવામાં આવી હતી. એટલું જ નહીં ધક્કામુક્કીમાં પરેશ ધાનાણીનો શર્ટ પણ ફાટી ગયો હતો.

વિપક્ષ નેતા પરેશ ધાનાણી ધરણા પર બેસે તે અગાઉ જ તેમની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ સાથે ધાનાણીએ રકઝક કરતા પોલીસે અટકાયત કરી હતી. પોલીસે ધાનાણીનો શર્ટ ફાડ્યો હતો. ધાનાણીની અટકાયત કરતા કૉંગ્રેસ કાર્યકર્તાઓએ પોલીસની વાન રોકીને વિરોધ નોંધાવ્યો હતો.

પરેશ ધાનાણી પોલીસને જણાવ્યું હતું કે, હું અહીં એકલો જ ઉપવાસ પર બેઠો છું. તમે મારી કયા ગુના હેઠળ અટકાયત કરી રહ્યા છો તે જણાવવા વિનંતી.”રાજ્યના દોઢ કરોડ વિદ્યાર્થીઓ ભણતર નહીં તો વળતર નહીંનું આંદોલન આગળ ચલાવે તેવી માંગ સાથે ગાંધી જયંતિએ આંદોલનની શરૂઆત કરી હતી. સરકારે ખાનગી શાળા સંચાલકોના ખોળે બેસીને ગુજરાતના દોઢ કરોડ યુવાઓનું ભાવી અંધકારમાં ધકેલવાનું ષડયંત્ર ઘડ્યું છે. હવે અહિંસાના માર્ગે ફી માફીના આંદોલનને અમે આગળ ધપાવીશું. સરકારની સૂચનાને આધારે પોલીસે આ આંદોલનને દબાવી દેવાનો પ્રયાસ કર્યો છે. અમારા કોલર પકડવામાં આવ્યા અને શર્ટ ફાડી નાખવામાં આવ્યા છે. અમને શા માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા તેનું કોઈ કારણ આપવામાં આવ્યું નથી. હું જામીન પણ નથી લેવાનો અને પોલીસ સ્ટેશનમાં જ ધરણા ચાલુ રાખીશ.

તો આ તરફ અમદાવાદ ખાતે પ્રદર્શન કરી રહેલા અમિત ચાવડા સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. ખેડૂતોની માંગને લઇ ધરણા કરે તે પહેલા પોલીસે કાર્યવાહી કરી હતી.

ધરણા કાર્યક્રમ દરમિયાન અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, “દેશમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે. દેશમાં ફરીથી અંગ્રેજોનું સાશન આવી ગયું છે. દેશમાં ખેડૂત વિરોધી કાળા કાયદાને પાછો ખેંચવાની માંગ તેમજ ગુજરાતમાં ખાનગી સ્કૂલોની એક સત્રની સંપૂર્ણ ફી માફીની માંગ સાથે ધરણા પર બેસવા માંગીએ છીએ. આજે ગાંધી જયંતિએ અમે આ સરકારથી આઝાદી આપાવવા માંગીએ છીએ. સરકાર અમને ધરણા માટે મંજૂરી નથી આપી રહી. ફૂટપાથ પર પર બેસવા નથી દેતી. જે રીતે કૉંગ્રેસના વડવાઓ ગાંધીજી સાથે રહીને અહિંસાના માર્ગે લાડ્યા હતા અને ગોળીઓથી પણ ડર્યાં ન હતા તેમ અમે વિરોધ પ્રદેશન કરીશું. ભાજપની રેલીઓ અને તાયફાઓને મંજૂરી મળી જાય છે પરંતુ અમને મંજૂરી મળતી નથી.”

વડોદરામાં પણ કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હોય તેવા સમાચાર મળી રહ્યા છે. વડોદરાના દેના ચોકડી ખાતે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. કૃષિ કાયદો, ફી માફીની માગ સાથે પ્રદર્શન ધીમેધીમે ઉગ્ર બની રહ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here