મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા જ કૉંગ્રેસનો ફિયાસ્કો, ખુદ પાર્ટીનાં ધારાસભ્યોએ જ કાપ્યું નાક

0
14

લોકસભા ચૂંટણી 2019માં મહારાષ્ટ્રથી ફક્ત એક સીટ જીતેલી કૉંગ્રેસ પાર્ટીની સ્થિતિ ઘણી જ ગંભીર છે. પાર્ટીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઇને ઉત્સુક ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા હતા, પરંતુ મુંબઈમાં કોઈપણ ઉમેદવાર આ ઇન્ટરવ્યૂ માટે આવ્યો નહોતો. જેનાથી એ જોવા મળે છે કે પાર્ટીની સ્થિતિ કેટલી ખરાબ છે અને પાર્ટીનાં ધારાસભ્યોમાં કેટલી અસમંજસ અને નિરાશા ફેલાયેલી છે.

કૉંગ્રેસ પાર્ટીમાં બની અસંમજસની સ્થિતિ

મુંબઈની મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ પાર્ટીની ઑફિસમાં અત્યારે વિધાનસભાની તૈયારી માટે મહત્વની બેઠક બોલાવવામાં આવી રહી છે. વિધાનસભા માટે ઇચ્છુક ઉમેદવારનું ઇન્ટરવ્યૂ પણ આ ઑફિસમાં થવાનું છે. દરેક વખતે જ્યારે ચૂંટણી આવે છે તો પાર્ટી તમામ ચૂંટણી ક્ષેત્ર માટે ઇચ્છુક ઉમેદવારો માટે અરજી લે છે, ત્યારબાદ તેમનું ઇન્ટરવ્યૂ થાય છે. જે અત્યારે ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે તેઓ આ ઇન્ટરવ્યૂ માટે આવે છે. લોકસભાની હાર બાદ પાર્ટીમાં જે અસમંજસની સ્થિતિ બની છે, તેની અસર દેખાવવાનું હવે શરૂ થયું છે.

કૉંગ્રેસ પાર્ટીએ આ મામલે પડદો પાડવાના કર્યા પ્રયાસ

મુંબઈમાં બુધવારનાં કૉંગ્રેસનાં ઇચ્છુક ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું હતુ, પરંતુ કોઈપણ અત્યારનાં ધારાસભ્ય આ ઇન્ટરવ્યૂમાં પહોંચ્યા નહોતા. મુંબઈનાં ધારાસભ્ય વર્ષા ગાયકવાડ, અમીન પટેલ પણ ઇન્ટરવ્યૂમાં પહોંચ્યા નહોતા. આ સમગ્ર મામલે હવે કૉંગ્રેસ પાર્ટી પડદો પાડવાનો પ્રયત્ન કરી રહી છે. કૉંગ્રેસ પાર્ટીનાં પ્રદેશ અધ્યક્ષ બાલાસાહેબ થોરાતે કહ્યું કે, ‘જે ધારાસભ્ય અત્યારે છે તેમણે ઇન્ટરવ્યૂ આપવાની જરૂર નથી. તે ક્યારેય પણ આવીને પોતાની વાત રાખી શકે છે. દરેક ચૂંટણી ક્ષેત્રમાં પાર્ટીની ટિકિટ માટે ઉત્સુક ઉમેદવારોની સંખ્યા વધી છે. અમે દરેક જિલ્લાસ્તરે આ ઇન્ટરવ્યૂ લઇએ છીએ. અત્યારે જે ધારાસભ્યો છે તેઓ જો આ ઇન્ટરવ્યૂ માટે નથી આવતા તો એનો મતલબ એ નથી કે તેઓ ચૂંટણી લડવા માટે રાજી નથી.’

કેટલાક સભ્યો અન્ય પાર્ટીમાં સામેલ થાય તેવી અટકળો

પાર્ટીનાં સૂત્રોનું માનીએ તો પાર્ટી અત્યારે નાની થતી જઇ રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈનાં મલાડથી પાર્ટીનાં ધારાસભ્ય અસલમ શેખ શિવસેનામાં સામેલ થવાની તૈયારીમાં છે. તો કલિના વિધાનસભાથી ચૂંટણી લડનારા કૃપાશંકર સિંહે અત્યાર સુધી ચૂંટણી લડવા માટે તૈયાર હોવાની અરજી પણ પાર્ટી પાસે મોકલી નથી. વર્ષા ગાયકવાડ અને અમીન પટેલ પણ સાક્ષાત્કાર માટે ના આવ્યા તે દર્શાવે છે કે પાર્ટીમાં અસમંજસની સ્થિતિ છે. ફક્ત મુંબઈની વાત કરીએ તો અત્યારે પાર્ટીની પાસે કોઈપણ મુંબઈ અધ્યક્ષ નથી. અત્યારે પૂર્વ સાંસદ એકનાથ ગાયકવાડની પાસે મુંબઈ કાર્યકારી અધ્યક્ષ પદની જવાબદારી અસ્થાયી રીતે રાખવામાં આવી છે. મુંબઈની બહાર પણ પાર્ટીનાં ઘણા અધ્યક્ષોએ ફરી ચૂંટણી લડવાની પોતાની અરજી મોકલી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here