- Advertisement -
પક્ષ વિરોધી પ્રવૃતીને લઇ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવાની અરજી મામલે આજે બંને પક્ષોની રજૂઆતો પૂર્ણ થઈ છે અને હાઇકોર્ટ ચુકાદો આપી શકે છે. મહત્વનું છે કે, અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, મે રાજીનામું આપ્યું જ નથી. જ્યારે આજે આ મામાલે ગુજરાત હાઈકોર્ટ ચૂકાદો આપી શકે છે.
તમને જણાવીએ કે, કોંગ્રેસની લીગલ ટીમે અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કરવા વચગાળાનો આદેશ આપવા હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી. જ્યારે હાઈકોર્ટે કોંગ્રેસની વચગાળાના આદેશ આપવાની માગ ફગાવી હતી. મહત્વનું છે કે, કોંગ્રેસના વિધાનસભાના દંડક અશ્વિન કોટવાલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં અલ્પેશ ઠાકોરના પક્ષ વિરોધી વલણને લઇ ધારાસભ્ય પદ રદ્દ કરવા માટે અરજી કરી હતી. જેને લઈને હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે. ત્યારે આ સમગ્ર મામલે હાઈકોર્ટ આજે ચુકાદો આપી શકે છે.