વાળીનાથ ધામથી પીએમ મોદીએ 13 હજાર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યુ છે. જેમાં બનાસકાંઠાના ડિસા એરપોર્ટના રનવેનું લોકાર્પણ થયું છે.વડા પ્રધાને જણાવ્યુ કે આ ડીસા એરપોર્ટ ભારતની સુરક્ષાનું એરફોર્સનું મોટુ કેન્દ્ર બનશે તેમ જણાવ્યુ છે.
વાળીનાથ ધામમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના ડિસા એરપોર્ટના રનવેનું વડા પ્રધાને ડિજીટલી લોકાર્પણ કર્યુ છે. વડા પ્રધાને જણાવ્યુ કે આ ડીસા એરપોર્ટ ભારતની સુરક્ષાનું એરફોર્સનું મોટુ કેન્દ્ર બનશે.તેમણે જણાવ્યુ કે તેઓ મુખ્યપ્રધાન હતા ત્યારે અનેક ચિઠ્ઠીઓ લખી હતી. પરંતુ કોંગ્રેસની સરકારે આ કામને રોકવા માટે કોઈ કસર છોડી નહોતી. આ જગ્યા એરફોર્સ માટે મહત્વનુ હોવાનુ એરફોર્સ પણ કહેતુ હતું. મોદી જે સંકલ્પ કરે છે તે પુરો કરે છે. તેવુ પણ જાહેર સભામાં તેમણે જણાવ્યુ હતુ.
મહેસાણાના તરભમાં વડાપ્રધાન મોદીએ ભવ્ય રોડ શો કર્યો હતો.જેમાં મોટી સંખ્યમાં લોકો હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાળીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચાના કરી સભાને સંબોધન કર્યુ છે.વાળીનાથ ધામથી પીએમ મોદીએ 13 હજાર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યુ છે.