Thursday, April 18, 2024
Homeકોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ, કહ્યું કાશ્મીર અમારો આંતરિક...
Array

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ, કહ્યું કાશ્મીર અમારો આંતરિક મામલો

- Advertisement -

લોકસભામા કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ જડબાતોડ જવાબ આપ્યો છે. જેમાં અધીર રંજન ચૌધરીએ કહ્યું કે કાશ્મીર અમારો આંતરિક મામલો છે. તેની પર કોઈ પણ કાયદો બનાવી શકાય છે. આ અમારો અધિકાર છે. ભારત સાથે પાકિસ્તાને વેપાર રદ કરવાના પાકિસ્તાનના નિર્ણય પર અધીર રંજન ચૌધરીએ મને ખબર જ હતી કે પાકિસ્તાન કશું કરવા જઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરનું વિભાજન કરીને ભારતે આર્ટીકલ ૩૭૦ દુર કર્યા બાદ પાકિસ્તાનની ચિંતા વધી છે. જેની બાદ પાકિસ્તાને ભારત સાથેના રાજકીય સંબધો ઓછા કરવાનો નિર્ણય લીધો છે. તેમજ પાકિસ્તાને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બાદ પાકિસ્તાને નિર્ણય લીધો છે કે ભારત સાથે દ્રીપક્ષીય વ્યાપાર પર રોક લગાવી દે.

જેમા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનની આગેવાનીમા ઇસ્લામાબાદ સ્થિત વડાપ્રધાન કાર્યાલયમાં નેશનલ સિક્યુરિટી કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં આર્ટીકલ ૩૭૦ને નાબુદ કરવાના વિરોધમા પ્રસ્તાવ મંજુર કરવામા આવ્યો હતો. આ ઉપરાંત પણ આ બેઠકમા મુદ્દાને યુએન અને સીકયુરીટી કાઉન્સિલમા લઈ જવાનો નિર્ણય પણ લેવામા આવ્યો હતો.

આ બેઠકમા ભારત સાથેના રાજકીય સબંધો ઓછા કરવા, દ્રિપક્ષીય વેપાર બંધ કરવો. જેમાં પાકિસ્તાન ભારતમાં તેના રાજદૂતને નહીં મોકલે તો ભારતના રાજદૂત અજય બીસારિયાને પાકિસ્તાન છોડવાનું કહેવામા આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular