કોંગેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયત વધુ નાજૂક, 2 દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા

0
8

અમદાવાદ. રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ 22 જૂનના રોજ કોંગ્રેસના અગ્રણી નેતા ભરતસિંહ સોલંકીનો કોરના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વડોદરાની ખાનગી હોસ્પિટલ બાદ તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે 7 જુલાઇથી તેમની તબિયત વધુ બગડી છે, તેમનું ઓક્સિજનનું લેવલ ઘટી ગયું છે. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. હાલ તેમ0ની તબિયત વધુ નાજૂક છે અને ડોક્ટર સતત તેમની તબિયતમાં સુધારો આવે એ માટેના પ્રયાસો કરી રહ્યાં છે.

30 જૂનથી અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ

22 જૂનના રોજ ભરતસિંહ સોલંકીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયત બગડતા તેમને 30મી જૂનના રોજ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છેકે 19 જૂને યોજાયેલી ચૂંટણીના દિવસે તેઓ અંદાજે 200 લોકો અને તે પૂર્વે થોડા દિવસ દરમિયાન ભરતસિંહ અન્ય કેટલાંક લોકોના સીધા સંપર્કમાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here