ગુજરાત : કોંગ્રેસ નેતા જયરાજસિંહની નારાજગી થઇ દૂર, કહ્યું આજથી જ પેટાચૂંટણીના પ્રચારમાં લાગી જઇશ

0
18

કોંગ્રેસ નેતા જયરાજસિંહની નારાજગી દૂર થઇ છે. અમિત ચાવડા સાથેની મુલાકાત બાદ જયરાજસિંહે કહ્યું કે પેટાચૂંટણીના પ્રચારમાં લાગી જઇશ. કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારની નારાજગી મામલે હાઇકમાન્ડ મેદાનમાં આવ્યું હતું. જેમાં રાજ્યના પ્રભારી રાજીવ સાતવે જયરાજસિંહને કોઇ એવુ પગલું ન ભરવા માટે સંદેશ મોકલ્યો હતો. આ સાથે જ નારાજગી દૂર કરવા માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને હાઈકમાન્ડે આદેશ આપ્યા હતા.

  • જયરાજસિંહની નારાજગી દૂર કરવા કોંગ્રેસ હાઈકમાન્ડ મેદાને
  • રાજીવ સાતવે જયરાજસિંહને મોકલ્યો સંદેશો
  • નારાજગી દૂર કરવા કરવા પ્રદેશ પ્રમુખને કર્યા આદેશ

નારાજગી દૂર કરવા કોંગ્રેસ હાઇકમાન્ડ મેદાનમાં

કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારની નારાજગીને લઇને પ્રભારી રાજીવ સાતવે સંદેશો મોકલ્યો છે. જેમાં રાજીવ સાતવે જયરાજસિંહને કોઇ એવું પગલું ન ભરવા માટે સંદેશ મોકલ્યો છે. આ સાથે જ નારાજગી દૂર કરવા માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને હાઇકમાન્ડે આદેશ આપ્યાં છે.

જયરાજસિંહ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વચ્ચેમુલાકાત

નારાજ કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારે આજે ગાંધીનગર ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે મુલાકાત કરી છે. બેઠકને લઇને જયરાજસિંહે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે નારાજગીની વાત છે તે અંગેની વાત કરવા આવ્યો હતો. મનદુઃખની વાત પાર્ટીમાં થાય તો સારી વાત છે. અમિત ચાવડા સાથેની મુલાકાતથી જયરાજસિંહે સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે આજથી પેટાચૂંટણીના પ્રચારમાં લાગી જઇશ.

CN24NEWS સાથેની વાતચીતમાં જયરાજસિંહે આપ્યું હતું આ નિવેદન

રાજ્યની પેટાચૂંટણીને લઇને કોંગ્રેસનો આંતરિક વિગ્રહ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. જેમાં કોંગ્રેસના પ્રવક્તા એવા જયરાજસિંહ પરમારે CN24NEWS સાથેની વાતચીત દરમિયાન મોટું નિવેદન આપ્યું હતું. જેમાં જયરાજસિંહે કહ્યું હતું કે કોંગ્રેસમાં ચાપલુસીઓની જમાવટ છે. હું જાતિવાદી રાજનીતિથી નારાજ છું. પક્ષમાં યોગદાન નથી તેવા સાહેબો બની ગયા છે. ચોક્કસ લોકો મને ટાર્ગેટ કરી રહ્યાં છે. હું નારાજ છું પણ કોંગ્રેસ છોડવાનો નથી.

જયરાજસિંહ પરમારે કોંગ્રેસ સામે નારાજગી વ્યકત કરી હતી

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીની પ્રક્રિયા પૂરી થઇ ગયા બાદ ટિકિટ વહેંચણીને લઈને નારાજગીના સૂર જોવા મળી રહ્યા છે. જેમાં થોડા દિવસ અગાઉ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમાર નારાજ થયા હતા. જો કે એક અહેવાલ મુજબ જયરાજસિંહ પરમારે ખેરાલુથી ટિકિટ માગી હતી. પરંતુ કોંગ્રેસે ખેરાલુ બેઠક પરથી બાબુજી ઠાકોરને ટિકિટ આપી છે. આથી સતત થઈ રહેલી અવગણનાથી જયરાજસિંહે નારાજગી વ્યક્ત કરી હતી. નારાજગી વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, રાજકારણમાં આરામ લેવાનો સમય આવી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here