કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ બેંક હડતાળનું સમર્થન કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું

0
3

સરકારી બેંકોને ખાનગી ક્ષેત્રોને સોંપવાના સરકારના નિર્ણયના વિરોધમાં જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓ બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ પર છે. આજે હડતાળનો બીજો દિવસ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષના બજેટમાં સરકારે જાહેરાત કરી છે કે તે બે સરકારી બેંક અને એક વીમા કંપનીનું ખાનગીકરણ કરી નાંખશે.

ત્યારબાદથી જ સરકારી બેંકોના કર્મચારીઓના વિવિધ યુનિયન દ્વારા આ વાતનો વિરોધ થઇ રહ્યો છે. બેંકોની હડતાળના કારણે લોકોને ભઆરે નુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. ત્યારે આ બધા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ બેંક હડતાળનું સમર્થન કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

રાહુલ ગાંઘી સતત એવો આરોપ લગાવી રહ્યા છે કે વડાપ્રધાન તેમના ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો પહોંચાડવા માટે સરકારી સંપતિનું ખાનગીકરણ કરી રહ્યા છે. ત્યારે ફરી એક વખત તેમણે બેંકોને લઇને પણ આવી જ વાત કરી છે. સરકારી બેંકોને પૂંજીપતિઓના હાથમાં આપવાનો આરોપ લગાવ્યો છે.

રાહુલ ગાંધીએ એક ટ્વિટ કરીને પોતાની વાત કરી છે. તેમણે ટ્વિટની અંદર લખ્યું છે કે ‘કેન્દ્ર સરકાર ફાયદાનું ખાનગીકરણ કરે છે અને નુકસાનનું રાષ્ટ્રીયકરણ કરે છે. સાર્વજનિક ક્ષેત્રની બેંકોને પૂંજીપતિઓના હાથમાં વેચવી તે ભારતની આર્થિક સુરક્ષા માટે જોખમી છે.’

ઉલ્લેખનીય છે કે સરકારી બેંકોની હડતાળની કારણે બેંકિંગના કામકાજ પ્રભાવિત થયા છે. હડતાળના કારણે સાર્વજનિક ક્ષેત્રોની બેંકમાં કેશ, જમા, ચેક સહિતની સેવાઓ પ્રાભાવિત થઇ છે. બે દિવસની આ હડતાળમાં 10 લાખ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here