કોંગ્રેસ નેતા સંજય ઝા કોરોના પોઝિટિવ, 12 દિવસ હોમ ક્વૉરન્ટીન રહેશે

0
0

કોરોના વાઈરસ મહામારીની અસર દેશમાં સતત વધી રહી છે. સામાન્ય માણસોથી માંડી નેતાઓ પણ તેના સંકજામાં આવી ગયા છે. હવે કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા સંજય ઝા પણ આ વાઈરસના સંકજામાં સપડાયા છે. શુક્રવારે તેમણે પોતે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી.

સંજય ઝાએ કરેલા ટ્વીટમાં તેમણે લખ્યું કે, તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સંજય ઝાએ માહિતી આપી હતી કે તેમનામાં કોઈ લક્ષણ મળ્યા નથી. એવામાં તે આગામી 10થી 12 દિવસ સુધી  હોમ ક્વૉરન્ટીન જ રહેશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here