કોંગ્રેસી નેતા શશી થરુરે પીએમ મોદી પર એક કોમેન્ટ કરીને બાદમાં માફી માંગી

0
7

કોંગ્રેસના નેતા અને યુપીએ સરકારમાં મંત્રી રહી ચુકેલા સાંસદ શશી થરુરે પીએમ મોદી પર એક કોમેન્ટ કરીને બાદમાં માફી માંગી છે.

થરુરનુ કહેવુ છે કે, મેં બહુ ઉતાવળમાં માત્ર ન્યૂઝની હેડલાઈન વાંચીને કોમેન્ટ કરી હતી.

થરુરે માફી કયા સંદર્ભમાં માંગી છે તે અહીંયા જણાવી દઈએ. પીએમ મોદીએ ગઈકાલે બાંગ્લાદેશના પ્રવાસ દરમિયાન પોતાના ભાષણમાં કહ્યુ હતુ કે, બાંગ્લાદેશની આઝાદી માટે 1971માં જનસંઘ દ્વારા સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો. જેમાં મેં ભાગ લીધો હતો અને મારી ધરપકડ પણ થઈ હતી.

જોકે આ મુદ્દો સોશિયલ મીડિયા પર તરત જ ચગવા માંડ્યો હતો. કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓએ મોદીના નિવેદનને ખોટુ ગણાવીને તેની મજાક ઉડાવવાની શરુ કરી હતી. જેમાં થરુર પણ જોડાયા હતા.

થરુરે કહ્યુ હતુ કે, આપણા પીએમ બાંગ્લાદેશને પણ બોગસ ન્યૂઝનો સ્વાદ ચખાડી રહ્યા છે. બધા જાણે છે કે, બાંગ્લાદેશને કોણે આઝાદ કરાવ્યુ હતુ. આવુ કહેવા પાછળ થરુરનો ઈશારો પૂર્વ પીએમ ઈન્દીરા ગાંધી તરફ હતો.

જોકે પોતાના ભાષણમાં મોદીએ તો પીએમ ઈન્દીરા ગાંધીના પણ વખાણ કરીને બાંગ્લાદેશની આઝાદીમાં તેમના યોગદાનને મહત્વપૂર્ણ ગણાવ્યુ હતુ.

એ પછી થરુરે ફરી ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, સોરી હું ખોટો હતો અને એવુ સ્વીકારવામાં મને બિલકુલ ખરાબ લાગતુ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here