Friday, September 17, 2021
Homeકોન્સ્ટિટ્યુશન ક્લબમાં 14 વિપક્ષના નેતાઓની સાથે કોંગ્રેસ નેતાની મીટિંગ ચાલુ
Array

કોન્સ્ટિટ્યુશન ક્લબમાં 14 વિપક્ષના નેતાઓની સાથે કોંગ્રેસ નેતાની મીટિંગ ચાલુ

વિપક્ષના નેતાઓની સાથે રાહુલ ગાંધીની બ્રેકફાસ્ટ મીટિંગ શરૂ થઈ ચૂકી છે. ઘણા નેતા કોન્સ્ટિટ્યુશન ક્લબ પહોંચી ગયા છે. કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ આજે વિપક્ષના નેતાઓને નાસ્તો કરવા બોલાવ્યા હતા. બ્રેકાફાસ્ટ પોલિટિક્સની મદદથી તેઓ વિપક્ષને એકસાથ રાખવાની કોશિશ તો કરશે. પેગાસસ જાસૂસીકાંડ જેવા મુદ્દાઓ પર સંસદમાં સરકારને ઘેરવા માટે રણનીતિ પણ તૈયાર કરશે.

આ બેઠકમાં કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, શિવસેના, રાજદ, સપા, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, માકપા, IUML, રિવોલ્યુશનરી સોશિયલિસ્ટ પાર્ટી(RSP), કેરળ કોંગ્રેસ(M), ઝારખંડ મુક્તિ મોરચો, નેશનલ કોન્ફરન્સ, તૃણમૂલ કોંગ્રેસ, લોકતાંત્રિક જનતા દળ આ મીટિંગ માટે આવ્યાં છે. આમ આદમી પાર્ટી બેઠકમાં સામેલ થઈ નથી.

બંને ગૃહોના વિપક્ષી નેતાઓને આમંત્રણ

રાહુલની મીટિંગમાં લેફ્ટ પાર્ટીઓ, રાષ્ટ્રીય જનતા દળ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, દ્રમુક, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, શિવસેના, આમ આદમી પાર્ટી, મુસ્લિમ લીગ અને નેશનલ કોન્ફરન્સ સહિત 14 પક્ષના નેતાઓ હાજર રહેવાની શક્યતા છે. બંને ગૃહોમાં વિપક્ષી નેતાઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

જોકે આ બ્રેકફાસ્ટ મીટિંગમાં કેટલી પાર્ટી સામેલ થાય છે, એની પર બધાની નજર રહેશે. વિપક્ષો સ્પાયવેરથી જાસૂસીના આરોપીની તપાસ સહિત પોતાની માગને લઈને સંસદનાં બંને ગૃહોને સ્થગિત કરવાનું દબાણ કરી રહ્યા છે. સંસદનું સત્ર 19 જુલાઈથી શરૂ થયું અને 13 ઓગસ્ટે પૂરું થશે.

વિપક્ષનો ચહેરો બનવાની કવાયત

સૂત્રોએ જણાવ્યું હતું કે ડાબેરીઓએ સરકારની વિરુદ્ધ વિરોધ નોંધાવવાની રીતના એક ભાગ તરીકે નકલી સંસદ ચલાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. જોકે વિપક્ષો આ વાત સાથે સહમત નથી. બેઠકમાં આ મુદ્દા પર પણ ચર્ચા થઈ શકે છે. વિપક્ષો પેગાસસ સ્પાયવેરની મદદથી જાસૂસી કરવાના આરોપની કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરવાની માગ કરી રહ્યા છે, જ્યારે સરકારે વિપક્ષના આરોપોને ફગાવ્યા છે.

આ મુદ્દા પર વિપક્ષોએ ગત સપ્તાહે જ એક બેઠક કરી હતી. એમાં રાહુલ ગાંધી પણ હાજર હતા. પછીથી વિપક્ષી નેતાઓએ એક નિવેદન પણ બહાર પાડ્યું હતું. રાહુલ ગાંધી પેગાસસ મુદ્દા પર શરૂઆતથી જ આક્રમક છે. બ્રેકફાસ્ટ પોલિટિક્સને રાહુલની વિપક્ષના ચહેરા તરીકે ઊભરવાની કવાયત ગણવામાં આવે છે. ગત સપ્તાહે રાહુલ ત્રણ કૃષિ કાયદાઓને ગ્રાહ્ય ન રાખવાની માગના સમર્થનમાં ટ્રેક્ટર લઈને સંસદ પહોંચ્યા હતા.

ગત સપ્તાહે મમતા સાથે કરી હતી મુલાકાત

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ગત સપ્તાહે દિલ્હીની મુલાકાતે હતાં. તેમણે કોંગ્રેસના ઈન્ટેરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાન 10 જનપથમાં મુલાકાત કરી હતી. મીટિંગમાં રાહુલ ગાંધી પણ હાજર હતા. મુલાકાત પછી મમતાએ કહ્યું, અમે રાજકીય પરિસ્થિતિઓ, પેગાસસ અને કોરોનાની સ્થિતિ અને વિપક્ષની એકતા પર ચર્ચા કરી. મને લાગે છે કે ભવિષ્યમાં એનાં સકારાત્મક પરિણામ પ્રકાશમાં આવશે.

લીડરશિપ પર મમતાએ કહ્યું હતું કે જો વિપક્ષનો કોઈ બીજો ચહેરો પ્રકાશમાં આવે છે તો મને કોઈ વાંધો નથી. જ્યારે મામલા પર ચર્ચા થશે તો અમે આ અંગે નિર્ણય કરીશું. હું નેતા બનવા માગતી નથી, પરંતુ એક સાધારણ કેડર બનીને કામ કરવા માગું છું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments