કોંગ્રેસના નેતાઓએ સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીના ફોટો શેર કર્યા

0
6

કોંગ્રેસના કેટલાક નેતાઓએ સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીના કેટલાક ફોટો શેર કર્યા છે જેમાં તેઓ ખૂબ જ ફિટ દેખાઈ રહ્યા છે. સાથે જ રાહુલ ગાંધી પોતાના સ્વાસ્થ્યને લઈ કેટલા જાગૃત છે તે અંગેની ટિપ્પણીઓ પણ લખી છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ તાજેતરમાં કેરળની મુલાકાત લીધી હતી. કેરળ પ્રવાસમાં તેમણે માછીમારો સાથે મળીને માછીમારીનો અનુભવ લીધો હતો અને દરિયામાં પણ ઉતર્યા હતા.

સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીના કેરળ પ્રવાસનો ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. દરિયામાં ઉતરેલા રાહુલ ગાંધીના કપડાં તેમના શરીરને ચોંટી ગયા હતા અને તેમની ફિટનેસની ઝલક જોવા મળી હતી. કોંગ્રેસી નેતાઓએ આ તસવીરો પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કરીને રાહુલ ગાંધીના સ્વાસ્થ્ય અંગે કોમેન્ટ્સ કરી હતી.

થાંગસ્સેરી તટ પર હજારો માછીમારો સાથેના સંવાદ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ઘણી વખત આપણે માછલી ખાઈએ છીએ પરંતુ તેના પાછળની આકરી મહેનત આપણને નથી સમજાતી. તે માછલી આપણી પ્લેટ સુધી કઈ રીતે પહોંચી તે આપણને નથી સમજાતું. માછીમારોએ રાહુલ ગાંધીને તેઓ કોઈ પણ જાતનો વીમો ઉતરાવ્યા વગર આટલું જોખમ ખેડતા હોવાની માહિતી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here