Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

ધોરાજીમાં દૂષિત પાણી વિતરણ મામલે ધારાસભ્ય લલિત વસોયા વિરુદ્ધ બેનર લાગ્યા છે. ધોરાજી શહેરમાં ડહોળા પાણી વિતરણ મામલે ધારાસભ્ય લલિત વસોયાની ટીકા અને આક્ષેપ કરતા બેનરો લાગ્યા છે. આથી રાજકારણ ગરમાયું છે. લલિત વસોયાએ દર બે દિવસે શુદ્ધ પાણી આપવાના વાયદા કર્યા હતા પરંતુ 5થી 6 દિવસે પાણી મળે છે અને તે પણ દૂષિત પાણી મળે છે. આથી લોકોએ ધોરાજી શહેરમાં લલિત વસોયા વિરૂદ્ધ બેનરો લગાવ્યા છે.

લોકોએ ડોહળા પાણીની બોટલ ભરી વિરોધ નોંધાવ્યો
લોકોએ ડોહળા પાણીની બોટલ ભરી વિરોધ નોંધાવ્યો

 

જનતાનું આરોગ્ય જોખમમાં, જાગવું જરૂરી તેવો બેનરમાં ઉલ્લેખ

બેનરમાં લખવામાં આવ્યું છે કે, ‘ધોરાજીના ધારાસભ્યને જેતપુર ડાઇંગ એસોસિએશનનું પ્રદૂષિત પાણી દેખાય છે. પણ ધોરાજીના અમુક વિસ્તારોમાં આવતું પ્રદૂષિત અને ડહોળુ પાણી દેખાતું નથી. દર બે દિવસે શુદ્ધ પાણી દેવાના વાયદા ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ કર્યા હતા. અત્યારે જળાશયો છલકાયેલા છે છતાં પણ ધોરાજી નગરપાલિકા દ્વારા 5થી 6 દિવસે પ્રદૂષિત પાણીનું વિતરણ થાય છે. ધોરાજીની જનતાનું આરોગ્ય જોખમમાં હોય ત્યારે જનતાએ જાગવું જરૂરી છે’

લોકો ડોહળા પાણીની બોટલ સાથે વિરોધ નોંધાવ્યો

ધોરાજી શહેરમાં અલગ અલગ વિસ્તારમાં આ બેનરો લગાવવામાં આવ્યા છે. સાથોસાથ લોકો પણ બેનર આગળ ડહોળા પાણીની બોટલ ભરી ઉભા રહી વિરોધ નોંધાવ્યો હતો. બેનર લાગતા જ ધોરાજીમાં લોકોમાં અલગ અલગ પ્રકારની ચર્ચાઓ થવા લાગી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments